GSTV
Home » News » કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

કંગનાને મળ્યો તેનો ડ્રીમ રોલ : બાળપણથી જે રોલ પ્લે કરવાની ઈચ્છા હતી તે હવે થઈ પૂરી

કંગના રનૌત મોટા ભાગે મહિલા પ્રધાન ફિલ્મો કરવા જાણીતી છે. હવે તે એર ફોર્સના પાઇલટની ભૂમિકા ભજવવાની છે.  નિર્માતા રોની સ્ક્રુવાલા અને દિગ્દર્શક સર્વેશ મેવારાની ફિલ્મ ‘તેજસ’માં કંગના એરફોર્સના પાઇલટની ભૂમિકા ભજવવાની છે.

કંગનાએ આ વાતને સમર્થન આપતાં કહ્યું હતુ કે, ”મને લાંબા સમયથી  સોલ્જરની ભૂમિકા ભજવવાની ઈચ્છા હતી. જે હવે એરફોર્સના પાઇલટનું પાત્ર ભજવીને પૂરી થશે. નાનપણમાં મને આર્મફોર્સમાં જવાની બહુ ઇચ્છા હતી.જવાનો માટે મને બહુ હમદર્દી છે, તેઓ જ ખરા ‘હીરો’ છે. આપણા દેશની સુરક્ષા તેઓ જીવના જોખમે કરે છે. તેથી મને આ ફિલ્મમાં આ પાત્ર ભજવવાની તક મળવાથી હું આનંદવિભોર બની ગઇ છું.

હું એકફોર્સનો યુનિફોર્મ પહેરવા માટે ઉતાવળી થઇ છું. આ યુનિફોર્મ પહેરવો એ પણ એક ગર્વની વાત છે, મારા જીવનની આ સૌથી મોટી હાઇલાઇટ  હશે.” કંગના આ ફિલ્મનું શૂટિંગ જુલાઇમાં શરૂ કરે તે પહેલા તેણએ વિશેષ તાલીમ લેવી પડશે.” શૂટિંગ શરૂ કરતા પહેલા મારે ખાસ તાલીમ લેવી પડશે. મારા માટે દિગ્દર્શકે ખાસ પ્રોફેશનલ ટ્રેઇનર  માટે નિયુક્ત કર્યો છે, ” તેમ કંગનાએ જણાવ્યુ હતું.

કંગનાએ બે અઠવાડિયા પહેલા જ આ ફિલ્મ સાઇન કરી છે. હાલ તે તમિલનાડુની મુખ્ય મંત્રી ભૂતપૂર્વ જયલલિતાની બાયોપિકનું શૂટિંગ કરી રહી છે. આ પછી તે ફિલ્મ ‘તેજસ’નું શૂટિંગ કરશે તેમ તેણે કહ્યુ હતું.

READ ALSO

Related posts

ટ્રમ્પ પરિવાર માટે રાષ્ટ્રપતિભવનમાં શાહી ભોજનની વ્યવસ્થા, સરકારના અનેક મંત્રીઓ પણ પહોંચ્યા

Pravin Makwana

ક્રોધમાં લાલ-પીળી થઈ સારા અલી ખાન, વીડિયોમાં કહ્યુ મારા બોયફ્રેન્ડને….

Ankita Trada

આગામી ચૂંટણીને લઈને સરકાર બજેટમાં તમામ વર્ગને ખુશ કરવાનો કરશે પ્રયાસ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!