GSTV
Bollywood Entertainment Trending

અમેરિકી પ્રેસિડેન્ટ વિશે પણ કંગનાએ બોલવાનું શરૂ કર્યું, ટ્વિટ વાયરલ થઈ

અમેરિકાની ચૂંટણીમાં જો બાઇડેને તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પને પરાસ્ત કરી દીધા હતા અને હવે તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બની ગયા છે. આ તરફ કંગના રનૌત કોઇ પણ વિષય પર પોતાની કમેન્ટ કરવા માટે જાણીતી છે. બોલિવૂડ સિવાયની બાબતો પર પણ તે માથું મારતી જોવા મળે છે. કંગનાએ અમેરિકાના 46મા પ્રમુખ જો બાઇડેનની સરખામણી ફિલ્મ ગઝનીના આમિર ખાન સાથે કરી છે.

જો બાઇડન અને કમલા હેરિસની ચૂંટણી અંગે બોલિવૂડમાંથી રિએક્શન આવી રહ્યા છે અને અભિનેતા શત્રુઘ્ન સિંહાથી લઈને તમામ હસ્તીઓએ તેમને અભિનંદન પાઠવ્યા છે. કંગના રનૌતે અમેરિકાના નવા પ્રમુખ બાઇડેનની સરખામણી આમિર ખાનના ગઝનીના પાત્ર સાથે કરી છે.

કંગનાની આ ટવિટ સામે આકરા પ્રત્યાઘાત આવી રહ્યા છે કેમ કે તેણે જો બાઇડેનને ગઝનીના આમિર ખાન કહ્યા છે. આ પાત્ર દર પાંચ મિનિટે બધુ જ ભૂલી જતો હોય છે. તેણે લખ્યું છે કે ગઝની બાઇડેન અંગે ખબર નથી પણ તેનો ડેટા દર પાંચ મિનિટે ક્રેશ થઈ જાય છે. તેના શરીરમાં જે દવાઓ ભરી છે તે એક વર્ષથી વધારે ચાલે તેમ નથી. દેખીતી વાત છે કે કમલા હેરિસ જ સરકાર ચલાવશે.

READ ALSO

Related posts

ગુજરાત / ‘આપ’એ બોગસ ડિગ્રીનું કૌભાંડ પાડ્યું બહાર, 300 કરતાં વધુ વિદ્યાર્થીઓને ‘બોગસ’ ડિગ્રી અપાઈ

Rajat Sultan

સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ

Hardik Hingu

લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર 

Rajat Sultan
GSTV