GSTV

કંગનાએ કહ્યું જેલમાં જવાની જોઈ રહી છું રાહ, યુઝર્સે ટ્રોલ કરી કહ્યું ચૂપ કરો

Last Updated on October 24, 2020 by Karan

પોતાના બેફામ વર્તનને કારણે હંમેશાં ચર્ચામાં રહેતી કંગના રનૌત હાલમાં સમસ્યાઓમાં ફસાઈ ગઈ છે.  એક તરફ તેના ભાઈના લગ્ન છે અને ઘરમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ કંગનાની વિરુદ્ધમાં કોઈને કોઈ પોલીસ ફરિયાદ દાખલ થતી રહે છે. તાજેતરમાં જ તેની સામે મુંબઈના અંઘેરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દસમી નવેમ્બરે તેની સુનાવણી હાથ ધરાશે. આમ તો આ અગાઉ પણ કંગનાની વિરુદ્ધમાં કેટલીક ફરિયાદો દાખલ થયેલી છે.  હવે કંગનાએ આ તમામ ફરિયાદો સામે મૌન તોડ્યું છે અને જવાબ આપવાની શરૂઆત કરી છે.

જેલ જવાની રાહ જોઈ રહી છે કંગના 

ટ્વિટર મારફતે તમામ બાબતોમાં પોતાના અભિપ્રાય રજૂ કરનારી કંગનાએ ટ્વિટર મારફતે જ તેનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે.  આ ઉપરાંત તેણે અસહિષ્ણુતાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. તેણે લખ્યુ છે કે જૂઓ કેન્ડલ માર્ચ ગેંગ, એવોર્ડ વાપસી ગેંગ, જૂઓ તાનાશાહી સામે અવાજ ઉઠાવનારા ક્રાંતિવીરો સાથે આમ જ બનતું આવે છે. તમારી માફક નથી. તમને કોઈ પૂછતું પણ નથી જ્યારે મારા જીવનનો મતલબ છે મહારાષ્ટ્રની અસલી તાનાશાહી સરકાર સામે લડવાનો.

કંગનાને ટ્રોલ કરવાની શરૂઆત થઈ ગઈ

તેણે ઉમેર્યું હતું કે હવે હું જેલ જવાની રાહ જોઈ રહી છું. હુ વીર સાવરકર, નેતાજી બોઝ અને ઝાંસીની રાણીની પૂજા કરું છું. આ સાથે તેણે આમીર ખાનની સામે પણ ટ્વિટ કરી છે. એવામાં કંગનાને ટ્રોલ કરવાની શરૂઆત થઈ ગઈ છે. યુઝર્સે #ChupKarKangana  શરૂઆત કરી દીધી છે. તેમણે કંગનાની વાતોને ફાલતુ ગણાવી છે.

READ ALSO

Related posts

ખુશખબર/ સોલાર રૂફ ટોપ પ્લાન્ટ સ્થાપવામાં ગુજરાત રાજ્ય દેશભરમાં પ્રથમ ક્રમે, જગતના તાતને આટલા હજાર કરોડની અપાઈ સબસિડી

Harshad Patel

Tokyo Olympics મહિલા હોકીમાં આ પાંચ ધાકડ છોરીઓના દમ પર ભારતે રચ્યો ઈતિહાસ, જાણો કેવી રીતે થયો ચમત્કાર

pratik shah

રામ નામના જાપ/ 57 વર્ષથી અહીં ચાલી રહી છે અખંડ રામધૂન, એક સેકન્ડ માટે પણ નથી રહી બંધ, જાણી લો ગુજરાતમાં ક્યાં આવેલું છે આ સ્થળ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!