GSTV

કૃષિ ખરડાનો વિરોધ કરનારાઓ સામે કંગનાએ કહ્યું તેમનું દુ:ખ ક્યારેય ખતમ નહીં થાય

બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌત દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપવા માટે જાણીતી છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારે કૃષિ ખરડો પસાર કર્યો હતો જેનો વિરોધ કરનારા સામે કંગનાએ ટ્વિટ કરીને જવાબ આપ્યો છે.  કંગનાએ કેટલાક ફોટો શેર કર્યા છે જેમાં ભારત સરકારની આ યોજનાથી ખેડૂતોને થનારા ફાયદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

આ ફોટો શેર કરીને કંગનાએ લખ્યું હતું કે જે લોકો દિવસરાત ખેડૂતોની દુર્દશા અંગે શોર મચાવતા હતા  જ લોકો આજે દેશહિતમાં કિસાનોના સશક્તિકરણ, આત્મનિર્ભર બનાવનારા ખરડાનો બહિષ્કાર કરી રહ્યા છે.  તેઓ સરકારની લોક કલ્યાણની યોજનાને રોકવા માગે છે. મને લાગે  છે કે આ લોકોનું દુ:ખ ક્યારેય ખતમ થવાનું નથી.

કંગના

કંગનાની આ ટવિટ પર તેના કેટલાક ફેન્સે સપોર્ટ કર્યો છે તો કેટલાક એવા પણ છે જેમણે તેની વાતનો વિરોધ પણ કર્યો છે. એક યુઝરે લખ્યું છે કે અરે ભાજપની અનધિકૃત પ્રવક્તા તું મુંબઈમાં ફિલ્મ શા માટે બનાવી રહી છે? જન્મભૂમિ જઈને સફરજનની ખેતી કર તો ખેડૂતોની સમસ્યા સમજી શકાય. છેલ્લા પાંચ વર્ષમાં કેટલા ખેડૂતે આત્મ હત્યા કરી ખબર છે. તને તો તેના આંકડા પણ ખબર નહીં હોય.

READ ALSO

Related posts

અમદાવાદમા દર વર્ષે યોજાતા ફ્લાવર શોના આયોજન અંગે પ્રશ્નાર્થ, કોરોનાકાળમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું મુશ્કેલ

Nilesh Jethva

છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં યોજાતો કાંકરિયા કાર્નિવલ કોરોનાને કારણે કરાયો રદ

Nilesh Jethva

અમદાવાદમાં તંત્રની કોરોના સામેની કામગીરીથી ભાજપના જ કોર્પોરેટરો નારાજ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!