GSTV

કંગના રનૌતનો ઉદ્ધવ ઠાકરે પર આકરો પ્રહાર: જેને મેં દુનિયાની સામે ખુલ્લો પાડ્યો, તેની સાથે આપનો કુંવર ફરે છે !

કંગના

Last Updated on September 15, 2020 by Karan

કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થવાનુ નામ નથી લઈ રહ્યો. કંગના બોલીવુડના એવા કેટલાક સ્ટાર્સમાંની એક છે જે શિવસેના પક્ષની સામે ખુલ્લેઆમ પોતાના મંતવ્યો વ્યક્ત કરી રહી છે. ઘણાં સોશ્યલ મીડિયા યૂઝર્સ એવું પણ માને છે કે, કંગનાને ક્યાંક ક્યાંક રાજકીય આશ્રય મળે છે તેથી જ તેણી પોતાના ઉપર આવતી આટલી મુશ્કેલીઓ છતાં મહારાષ્ટ્ર સરકારને સતત નિશાન બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, કંગનાની માતાએ પણ શિવસેના પર આકરા પ્રહારો કર્યા છે અને તાજેતરમાં જ તેણી ભાજપમાં સામેલ થઈ છે. કંગનાએ ફરી એકવાર એક ટ્વિટ થકી મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે.

ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો

કંગનાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે, મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનની બેઝિક સમસ્યા એ છે કે, મેં શા માટે ફિલ્મ માફિયા, સુશાંત સિંહ રાજપૂતનાં હત્યારાઓ અને તેના ડ્રગ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે ફરતો હતો. આ મેં મોટો ગુનો કર્યો છે અને હવે તેઓ મને ફિક્સ કરવા માગે છે. ઠીક છે તમે પ્રયાસ કરો. જોઈએ છીએ કે, કોણ કોને ફિક્સ કરે છે.

બોલિવૂડની અનેક હસ્તીઓ પર નિશાન સાધ્યુ

જણાવી દઈએ કે ,કંગના સુશાંત સિંહ રાજપૂત કેસમાં નિવેદન આપતી વખતે ફિલ્મ માફિયા અને બોલિવૂડની અનેક હસ્તીઓ પર નિશાન સાધ્યુ છે. જોકે, શિવસેનાના નેતા સંજય રાઉત સાથેની તેની ચર્ચા ભારે પડી ગઈ. ખરેખર રાઉત સાથેના ટ્વિટર યુદ્ધ દરમિયાન, કંગનાએ મુંબઈને અસલામત અને પીઓકે હોવાનું કહ્યું હતું. તો સંજયે કંગનાને હરામખોર અને નોટી ગણાવી હતી. ત્યારબાદ BMCએ કંગનાની ઓફિસમાં કાર્યવાહી કરી ગેરકાયદે બાંધકામોમાં તોડફોડ કરવામાં આવી હતી. ત્યારબાદ કંગનાએ તેની ઓફિસની તુલના રામ મંદિર અને BMC ના કર્મચારીઓની બાબર સાથે સરખામણી કરી હતી.

ઠાકરેનો ઘમંડ પણ તૂટશે

કંગનાએ ત્યારબાદ સીધા મહારાષ્ટ્રના સીએમ ઉદ્વવ ઠાકરે પર નિશાન સાધ્યુ અને તેમને એ પણ કહ્યું હતુ કે, જલ્દી જ ઠાકરેનો ઘમંડ પણ તૂટશે. BMC ના એક્શન બાદ મુંબઈ પોલીસ કંગનાના ડ્રગ્સ એંગલના સિલસિલામાં પણ તપાસ રી શકે છે. કંગનાએ એક વીડિયોમાં કહ્યુ હતુ કે, ડ્રગ એડિક્ટ હતી, પરંતુ તે હવે ચે બધી વસ્તુને પાછળ છોડી ચૂકી છે. જોકે, કંગનાને આ મામલામાં કેન્દ્ર સરકાર ખૂબ જ મદદ કરી રહી છે અને હાલમાં જ તેણીને Y શ્રેણીની સુવિધા પણ પ્રદાન કરવામાં આવી હતી.

READ ALSO

Related posts

OMG! સલમાન ખાને કર્યો પોતાની સૌથી લાંબી રિલેશનશિપનો ખુલાસો, કેટરિના કે યુલિયાનું નહીં લીધું આ વ્યક્તિનું નામ

Bansari

Grotesque / મહેસાણામાં થયા 480 બેલેટ બોક્સની ચોરી, સીસીટીવીમાં પણ ન મળ્યા કોઈ પુરાવા

Pritesh Mehta

કોર્ટ સખ્ત: રાજ્યમાં ફાયર સેફટી અંગે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી, નિયમો બધાની માટે સમાન

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!