GSTV

હવે કંગનાના નિશાન પર આદિત્ય ઠાકરે, કહ્યું- ‘તમારા પિતા પાસેથી આ સાત પ્રશ્નોના લઈ આવો જવાબ’

કંગના

Last Updated on August 5, 2020 by Arohi

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેએ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંતસિંહ રાજપૂત કેસ અંગે મૌન તોડ્યું છે. તમામ આરોપોને ખોટા ગણાવતા તેમણે કહ્યું છે કે અભિનેતાના મૃત્યુમાં ગંદુ રાજકારણ રમાઈ રહ્યું છે. આ મુદ્દે કંગના રનૌતે તેની સામે શાબ્દિક પ્રહાર કર્યો છે. એક પછી એક ચાર ટવિટ કરીને આદિત્ય ઠાકરેના આ ઇન્ટરવ્યૂ દ્વારા ઉદ્ધવ ઠાકરે પાસેથી સાત પ્રશ્નના જવાબો માગ્યા છે.

કંગના રનૌતે લખ્યું છે, ‘જુઓ કોણ ગંદા રાજકારણની વાત કરે છે. તારા પિતાએ મુખ્યમંત્રીની ખુરશી કેવી રીતે હાંસલ કરી તે જ એક ગંદુ રાજકારણ છે. આ બધું ભૂલી જાવ અને સુશાંતસિંહ રાજપૂત કેસમાં તમારા પિતા પાસેથી આ પ્રશ્નોના જવાબ લઈને આવ.’

કંગના રનૌતે જે સાત સવાલો પૂછ્યા છે તે આ મુજબ છે.

  1. રિયા ક્યાં છે?
  2. મુંબઈ પોલીસે સુશાંતસિંહ રાજપૂતની મોતની એફઆઈઆરની નોંધ કેમ ન કરી ?
  3. ફેબ્રુઆરીમાં જ્યારે સુશાંતસિંહ રાજપૂતના પિતાએ પોલીસને ચેતવણી આપી હતી કે તેમના પુત્રનો જીવ જોખમમાં છે, ત્યારે મુંબઈ પોલીસે પ્રથમ દિવસે જ તેના મૃત્યુને આત્મ હત્યા તરીકે કેમ જાહેર કર્યું?
  4. આપણી પાસે ફોરેન્સિક નિષ્ણાતો કે સુશાંતના ફોન રેકોર્ડ્સ કેમ નથી?  ફોન રેકોર્ડ્સમાં શોધવામાં કેમ ન આવ્યું કે તેણે મૃત્યુના એક સપ્તાહ અગાઉ કોની કોની સાથે વાત કરી છે?
  5. કેમ આઈપીએસ વિનય તિવારીને જાણી જોઈને કોરોન્ટાઇન કરવામાં આવ્યા ?
  6. સીબીઆઈ તપાસથી દરેક લોકો શા માટે ડરે છે?
  7. રિયા અને તેના પરિવારે સુશાંતના પૈસા કેવી રીતે લૂંટ્યા? આ બધા પ્રશ્નો રાજકારણ સાથે સંબંધિત નથી, તો કૃપા કરીને તેના જવાબ આપો.

Read Also

Related posts

શેરબજારમાં ટ્રેડિંગ કરી રહ્યા છો તો આ કામ આજે પતાવી દેજો, જો નહીં કર્યું તો સોમવારે શેરની લે વેચ નહીં કરી શકોઃ જાણો ડિટેઈલ્સ

Harshad Patel

ગંભીર સ્થિતિ/ કોરોના બાદ મ્યૂકરમાઈકોસિસના કેસોમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને, મોદી સરકારે આંકડાઓનો કર્યો ખુલાસો

Harshad Patel

પોર્ન રેકેટ ચલાવવાના આરોપમાં એક્ટ્રેસની ધરપકડ, મોડલ્સ પાસે જબરદસ્તી કરાવતી હતી એડલ્ટ વિડીયોમાં કામ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!