GSTV

વિવાદિત નિવેદન / દિલ્હી વિધાનસભાની શાંતિ સમિતિએ કંગનાને મોકલ્યું સમન્સ, સિખ સમાજ પર કરી હતી ટિપ્પણી

કંગના

Last Updated on November 25, 2021 by Zainul Ansari

એક્ટ્રેસ કંગનાને દિલ્હી વિધાનસભાની શાંતિ અને સદભાવ સમિતિ દ્વારા સમન્સ મોકલવામાં આવ્યુ છે. કંગનાને 6 ડિસેમ્બરે સમિતિ સમક્ષ હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે.

કંગના

મોદી સરકારે નવા ત્રણ કૃષિ કાયદા પાછા ખેંચવાની જાહેરાત કર્યા બાદ કંગનાએ ખેડૂત આંદોલનની સરખામણી ખાલિસ્તાની આંદોલન સાથે કરી હતી. જેના પગલે દિલ્હીમાં સિખ ગુરુદ્વારા પ્રબંધક સમિતિ દ્વારા કંગના સામે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

હવે દિલ્હી વિધાનસભાએ પણ કંગના સામે કાર્યવાહી કરી છે. શાંતિ સમિતિએ કંગનાને હાજર રહેવા માટે કહ્યુ છે. કંગનાએ જે તે સમયે સોશિયલ મીડિયા પર કહ્યુ હતુ કે, ખાલિસ્તાની આતંકવાદીઓ સરકાર પર આજે ભલે દબાણ સર્જવામાં સફળ રહ્યા હોય પણ એ મહિલાને (ઈન્દિરા ગાંધી)ને ભુલવી ના જોઈએ જેણે આ ખાલિસ્તાનીઓને પોતાના જૂતા હેઠળ કચડી નાંખ્યા હતા, પોતાનો જીવ આપી દીધો હતો પણ દેશના ટુકડા થવા નહોતા દીધા.

Read Also

Related posts

કેપ્ટન અમરિંદર સિંહે ભાજપ સાથે કર્યું ગઠબંધન, જૂથવાદ અને નારજગીના કારણે શોધ્યો નવો વિકલ્પ

Zainul Ansari

મની લોન્ડ્રીંગ કેસ / અભિનેત્રી જેક્લીનની મુશ્કેલી વધી, EDએ મોકલ્યું સમન્સ

Zainul Ansari

ઈતિહાસ / 1885થી અત્યાર સુધી 64 એવી ઘટના બની જ્યારે કોંગ્રેસમાંથી અલગ થઈ નેતાઓએ બનાવ્યો પોતાનો અલગ પક્ષ, ઈન્દિરા ગાંધીએ પણ બે વખત છોડ્યો ‘હાથ’

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!