GSTV

રાજદ્રોહ કેસમાં કંગના રનૌતને મુંબઈ પોલીસનું સમન્સ, બંને બહેનોની આ દિવસે થશે પૂછપરછ

બાન્દ્રા પોલીસે રાજદ્રોહના કેસમાં બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલને સમન્સ આપ્યું છે. બંને બહેનોને સોમવારે અને મંગળવારે ક્રમશઃ પોલીસ સ્ટેશને બોલાવવામાં આવશે. એક વકીલ તરફથી નોંધવામાં આવેલી ફરિયાદ ઉપર બાંદ્રા કોર્ટના મેજીસ્ટ્રેટેના આદેશ ઉપર આ મામલે કેસ દાખલ કરવમાં આવ્યો છે.

બંને બહેનોને સમન્સની બજવણી

મુંબઈના બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં 17 ઓક્ટોબર 2020ના મુન્નવર અલી ઉર્ફે સાહિલ નિવાસી મુંબઈની ફરિયાદ ઉપર અભિનેત્રી કંગના રનૌત સામે એક કેસ દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આઈપીસીની કલમ 153એ, 295એ, 124એ હેઠળ કંગના રનૌતને આરોપી બનાવવામાં આવી છે. રાજદ્રોહના આ કેસમાં અદાલતે પોલીસને તુરંત આગળ આવીને કાર્યવાહી કરવાના અને તપાસ કરવાના આદેશ કર્યાં છે. હવે પોલીસ કંગના રનૌત અને તેની બહેન રંગોલી ચંદેલની પૂછપરછ માટે પોલીસ સ્ટેશનમાંથી સમન્સ પાઠવવામાં આવ્યું છે. બંને બહેનોને સોમવારે અને મંગળવારે ક્રમશઃ બોલાવવામાં આવી છે.

કોર્ટે કર્યો આ આદેશ

જણાવી દઈએ કે બાંદ્રા કોર્ટે કાસ્ટિંગ ડાયરેક્ટર સાહિલ અશરફ સૈય્યદની ફરિયાદ બાદ તાજેતરમાં જ કંગના અને તેની બહેન સામે કેસ દાખલ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, કંગના રનૌત સતત બોલિવૂડને બદનામ કરવાની કોશિશ કરી રહી છે. સોશયલ મીડિયા પ્લેટફોર્મથી લઈને ટીવી સુધી દરેક જગ્યાએ તે બોલિવૂડની સામે બોલી રહી છે. સતત બોલિવૂડના નેપોટિઝમ અને ફેવરેટિઝમનો અડ્ડો બતાવી રહી છે.

Related posts

GO CORONA GO / કોરોનાને ભગાડવા માટે સાધૂ મહારાજે કર્યો અન્નનો ત્યાગ, માથા પર ઉગાડી દીધા જ્વારા

Pravin Makwana

લવ જેહાદ વિરુદ્ધ કાયદાને લઈને અસદુદ્દીન ઓવૈસી અને ગીરીરાજસિંહ આમને સામને

Nilesh Jethva

ITની રડાર પર કોંગ્રેસ હેડક્વાર્ટર/ 106 કરોડ રૂપિયાનાં બિનહિસાબી રોકડનાં વિતરણનો ઘટસ્ફોટ, સોનિયા ગાંધી પાસે માગ્યો જવાબ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!