GSTV
World

Cases
6747115
Active
11354419
Recoverd
707655
Death
INDIA

Cases
595501
Active
1328336
Recoverd
40669
Death

મેન્ટલ હૈ ક્યાનું પોસ્ટર આઉટ : આ ફિલ્મનું કન્ટેન્ટ એટલું બૉલ્ડ હતું કે કરિનાએ ફિલ્મ છોડી દીધી હતી

Mental Hai Kya

બોલિવુડ સ્ટાર કંગના રનૌત અને રાજકુમાર રાવ જલ્દી જ મેન્ટલ હૈ ક્યામાં જોવા મળશે. ફિલ્મનું પહેલું પોસ્ટર રિવીલ કરવામાં આવ્યું ત્યારથી જ મેન્ટલની ચર્ચા થવા માંડી છે. ફિલ્મની રિલીઝ ડેટ પણ રિવીલ કરવામાં આવી છે જે 21 જૂનના રોજ રિલીઝ થશે. આ પહેલા ફિલ્મમાં કરિના કપૂરને કાસ્ટ કરવામાં આવવાની હતી પણ ફિલ્મની પટકથાને જોતા કરિનાએ આ ફિલ્મ છોડી દીધી બાદમાં કંગનાના હાથમાં આ ફિલ્મ આવી ગઈ.

ફિલ્મ મેન્ટલ હૈ ક્યાનું નવું પોસ્ટર દેખાવમાં જ ઘણું ખતરનાક લાગી રહ્યું છે. પોસ્ટરમાં કંગના રનૌત અને રાજકુમાર રાવ જોવા મળી રહ્યા છે. બંનેએ પોતાની જીભથી રેઝર બ્લેડને પકડી રાખી છે. જણાવી દઈએ કે આ ફિલ્મની રિલીઝ ડેટ 29 માર્ચ હતી. કંગનાના વ્યસ્ત શેડ્યુલના કારણે ફિલ્મની રિલીઝ ડેટને આગળ ધપાવી દેવામાં આવી. જે પછી હવે આ ફિલ્મ 21 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે.

ફિલ્મ મેન્ટલ હૈ ક્યાને એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. ફિલ્મના પોસ્ટર્સ રિવીલ કર્યા બાદ કંગનાનો બોલ્ડ લૂક પણ ચર્ચામાં આવ્યો હતો. ફિલ્મનું નિર્દેશન પ્રકાશ કોવેલામુડીએ કર્યું છે. રિપોર્ટસની માનવામાં આવે તો કંગનાની જગ્યાએ કરિના આ ફિલ્મ માટે પહેલી પસંદ હતી. પણ ફિલ્મનું બોલ્ડ કન્ટેન્ટ હોવાના કારણે કરિનાએ આ ફિલ્મ કરવાથી ના પાડી દીધી. જો કે કરિનાની જગ્યાએ જ્યારે કંગનાને ફિલ્મ માટે લેવામાં આવી ત્યારે ફિલ્મની સ્ક્રિપ્ટ તેને કાફી પસંદ આવી હતી.

કંગનાની સાથે ફિલ્મમાં રાજ કુમાર રાવે પણ એક્સપિરિમેન્ટ કર્યો છે. રાજકુમાર રાવે આ ફિલ્મને સમજવા માટે 3 અઠવાડિયાની લાંબી વર્કશોપ પણ કરી હતી. ફિલ્મ માટે રાજકુમાર રાવ લૂક્સમાં બદલાવ કરતો જોવા મળે છે. બોઝ ડેડ ઓર અલાઈવ માટે તેણે ટાલ રાખી હતી તો ટ્રેપ્ડ જેવી ફિલ્મ માટે તેણે શરીરનું વજન ઓછું કર્યું હતું.

READ ALSO

Related posts

જમ્મું કાશ્મીરના પૂર્વ રાજ્યપાલ જીસી મુર્મુ હશે નવા CAG, રાજીવ મહર્ષીની જગ્યા લેશે

Nilesh Jethva

ભોજપુરી અભિનેત્રીએ મુંબઈમાં ફાંસીનો ફંદો લગાવી કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં જણાવ્યા આ બે કારણો

Pravin Makwana

જેતપુરમાં મોડી સાંજે મેઘરાજાની તોફાની બેટિંગ, એક કલાકમાં ત્રણ ઈંચ વરસાદ વરસતા નિચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!