GSTV

બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી કંગના, તેની ઉપર ઇન્ડસ્ટ્રીના 250 કરોડ દાવ પર છે

બોલિવૂડની એક્ટ્રેસ અને તાજેતરમાં વારંવાર વિવાદમાં ફસાયેલી કંગના રનૌત એક સમયે એક બેડરૂમના મકાનમાં રહેતી હતી અને આજે તેની પાસે 96 કરોડની સંપત્તિ છે. મુંબઈને પીઓકે કહેનારી તથા બોલિવૂડમાં ડ્રગ્સનો ઉપયોગ બેફામ રીતે થાય છે તેમ કહીને વિવાદ સર્જનારી કંગના રનૌત હાલમાં મનાલીમાં છે પરંતુ આખરે તો તેણે મુંબઈ જ આવવાનું છે. કેમ કે મુંબઈ તેની કર્મભૂમિ છે. તેની ચાર ફિલ્મો તેજસ, ધાકડ, થલાઇવી અને ઇમલી હાલમાં લાઇનમાં છે.

બોલિવૂડના ટ્રેન્ડ એનાલિસ્ટ અતુલ મોહનના મંતવ્ય મુજબ કંગનાની દરેક ફિલ્મનું એવરેજ બજેટ (તેની ફી, મેકિંગ અને માર્કેટિંગ સાથે) 60-70 કરોડ રૂપિયાનું હોય છે. આ હિસાબે કંગના પર હાલમાં બોલિવૂડના 250 કરોડ રૂપિયા દાવ પર લાગેલા છે.

વિવાદોની શું અસર પડી શકે છે

શિવસેના સાથેના વિવાદને કારણે મગારાષ્ટ્રમાં કંગનાની ફિલ્મોનો વિરોધ થઈ શકે છે પરંતુ બોલિવૂડ પર આ વિવાદનો ખાસ પ્રભાવ પડશે નહીં. અતુલ મોહન કહે છે કે કંગના પહેલેથી જ સ્પષ્ટ હતી કે બોલિવૂડના મોટા પ્રોડક્શન હાઉસ તેને કામ આપશે નહીં. તેથી જ તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કર્યંત હતું.  આ ઉપરાંત તે એવા લોકો સાથે કામ કરે છે જે જાણીતા સ્ટુડિયો અથવા તો ફિલ્મ મેકર છે. તે કોઈના પર આધારિત નથી.

કંગનાની કુલ સંપત્તિ કેટલી છે

કંગના રનૌતની કુલ સંપત્તિ અંદાજે 96 કરોડ રૂપિયા છે. તેની પાસે ત્રણ મકાન છે અને બે લક્ઝરી કાર છે. તેની કમાણી ખાસ કરીને ફિલ્મો અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી થાય છે.બોલિવૂડમાં હાલમાં કંગના સૌથી વધારે ફી લેનારી હિરોઇન છે. તે દરેક ફિલ્મ માટે 17-18 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. આગામી ફિલ્મ ધાકડ માટે તેને 21 કરોડ રૂપિયા મળ્યા હતા. જયલલિતાની બાયોપિક થલાઇવી માટે પણ તેણે 21-22 કરોડ રૂપિયા ચાર્જ કર્યો હતો. કંગના બાદ દીપિકા પાદુકોણ બોલિવૂડની મોંઘી એક્ટ્રેસ છે જે એક ફિલ્મ માટે 11થી 12 કરોડ રૂપિયા ફી લે છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana

જ્યોતિરાદિત્ય સિંધિયા : એમપીમાં પેટાચૂંટમી ટાણે જ ભાજપ અને સંઘ ટેન્શનમાં, એક પત્ર બન્યો કારણભૂત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!