GSTV

કંગનાએ ભાઈના લગ્નમાં પહેરેલો લહેંઘો તૈયાર કરવામાં 14 મહિના લાગ્યા હતા, જાણો ખાસ વાતો…

Last Updated on November 13, 2020 by Ankita Trada

બોલિવૂડની એક્ટ્રેસ કંગના રનૌતના ભાઈ અક્ષતના લગ્ન ગુરુવારે ઉદયપુરના ધ લીલી પેલેસમાં શાહી અંદાઝમાં કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કંગના ખૂબસુરત લહેંઘામાં જોવા મળી હતી. તેણે વાદળી અને જાંબલી રંગનો લહેંઘો પહેર્યો હતો. તેની ઉપર ગુંથણનું કામ કરવામાં આવ્યું હતું. આ ભરતકામ ખૂબ જ ઝીણવટભર્યું કરવામાં આવ્યું હતું. આ સાથે કંગનાએ હેવી જ્વેલરી પણ પહેરી હતી. કંગનાના આ લહેંઘા અંગે રસપ્રદ માહિતી પ્રાપ્ત થઈ છે.

સપોર્ટ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું

કંગનાએ ખુદે જ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તેણે આ લહેંઘાની ખૂબીઓનું વર્ણન કર્યુ છે. તેણે લખ્યું છે કે દરેક લોકો મારા લહેંઘા વિશે પૂછી રહ્યા છે. આ એક ગુજરાતી લહેંઘો છે. તેને બનાવવામાં લગભગ 14 મહિના લાગી ગયા હતા. આ એક મરણાસન્ન કલા છે અને આ કલાને સપોર્ટ કરવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. ડિઝાઇનર અનુરાધા વકીલે આ સાકાર કર્યું છે અને મારા મિત્ર સવ્યસાચીએ જ્વેલરી ડિઝાઇન કરી છે.

વીડિયો પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા

લગ્ન બાદ કંગના તથા તેનો ભાઈ કૂળદેવી દર્શન કરવા ગયા હતા. કંગનાની બહેન રંગોલી ચંદેલે આ ફોટો પોસ્ટ કર્યા હતા. કંગનાએ આ લગ્નની તમામ વિધીઓને એન્જોય કરી હતી અને તે તમામના ફોટો અને વીડિયો પણ તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યા હતા.

READ ALSO

Related posts

6.57 લાખની શરૂઆતી કિંમતમાં લોન્ચ થઈ Tata Tiago NRG, સેફ્ટીના મામલામાં પહેલેથી જ છે નંબર વન

pratik shah

Tokyo Olympics Live: હોકી સેમિફાઇનલના પહેલા ક્વાર્ટરમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, આર્જેન્ટિના સામે 1-1 ની બરાબરી

Pritesh Mehta

ચેતજો/દારૂનુ સેવન કરનારાઓ પર તોળાઇ રહ્યો છે આ જીવલેણ બીમારીનો ખતરો, સામે આવ્યો આ ડરાવનારો રિપોર્ટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!