GSTV

બોલિવૂડ પર કંગનાનો વધુ એક પ્રહાર, પૈસા તો દાઉદ પણ કમાઈ લે છે, પણ ઇજ્જત…..

સુશાંતસિંહ રાજપૂતના નિધન બાદ બોલિવૂડ પર આક્ષેપો થઈ રહ્યા છે અને તેમાં એક્ટ્રેસ કંગના રનૌત મોખરે છે. તે લગભગ તમામ હસ્તીઓ સામે ટકરાઈ રહી છે તો રાજકીય નેતાઓને પણ તેણે બાકાત રાખ્યા નથી. હવે તેણે બોલિવૂડ પર ફરીથી નિશાન સાધ્યું છે. આ વખતે તો તેણે અગાઉ કરતાં પણ વધારે તિવ્ર રીતે રિએક્શન આપ્યા છે. તેણે કહ્યું હતું કે દુનિયાભરમાં બોલિવૂડ ઇન્ડસ્ટ્રીની મજાક ઉડાવાય છે અને કન્ટેન્ટના નામે અહીં વાહિયાત ફિલ્મો જ બની રહી છે.

ડોન દાઉદ ઇબ્રાહિમનું ઉદાહરણ આપ્યું


તેણે ડોન દાઉદ ઇબ્રાહિમનું ઉદાહરણ આપીને કહ્યું હતું કે પૈસા તો દાઉદ પણ કમાઈ લે છે પરંતુ ઇજ્જત કમાવવા માટે પ્રયાસો કરવા પડે છે. આ મામલામાં તેણે કરણ જોહરને પણ નિશાન પર લીધો હતો. આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી કર જોહર કે તેના પાપાએ ઉભી કરી નથી. કંગનાએ ફિલ્મ નિર્માતા નિકિલ દ્વિવેદી સામે ટ્વિટર યુદ્ધ દરમિયાન આ તમામ વાતો લખી હતી. તેણે એક ટ્વિટમાં લખ્યું હતું કે ઇન્ડસ્ટ્રી કરણ જોહર કે તેના પાપાએ બનાવી નથી. દાદાસાહેબ ફાળકેથી લઈને તમામ કલાકાર અને મજૂરોએ બનાવી છે. એ જવાને જેણે સરહદનું રક્ષણ કર્યું, એ નેતાએ જેણે બંધારણની રચના કરી, એ નાગરિકે જેણે ટિકિટ ખરીદી અને પ્રેક્ષક તરીકે ફિલ્મ નિહાળવા આવ્યો, કરોડો ભારતવાસીઓએ આ ઉદ્યોગ રચ્યો છે.

કંગનાએ ફિલ્મ નિર્માતાને આપ્યો વળતો જવાબ


આ સામે નિખિલ દ્વિવેદીએ એવો જવાબ આપ્યો હતો કે આ તર્ક મુજબ તો દરેક ભારતવાસીએ દેશનું નિર્માણ કર્યું છે. તમને બનાવવામાં અને તમારી ફિલ્મોની ટિકિટ પણ અમે ખરીદી છે. હવે કાલે તમે કાંઈ ખોટું કરો તો તેના માટે સમગ્ર ઇન્ડસ્ટ્રીને દોષીત ઠેરવી શકાય નહીં. કંગનાએ વળતો જવાબ આપ્યો હતો કે તમે શું નિર્માણ કર્યું. આઇટમ ગર્લનું, ડ્રગ્સ કલ્ચરનું, દેશદ્રોહ અને ત્રાસવાદનું.. બોલિવૂડ પર દુનિયા હસી રહી છે.

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!