GSTV

કંગના રનૌતની સામે આવી નવી મુસીબત, ટીએમસી પ્રવક્તાએ અભિનેત્રી વિરુદ્ધ દાખલ કરી ફરીયાદ

Last Updated on May 7, 2021 by pratik shah

કંગના રનૌતને કોન્ટ્રોવર્સીઝ ક્વીન તરીકે ઓળખાય છે. તે કંઈકને કંઈક એવું કાર્ય કરે છે તે સમાચારમાં રહે છે, અને કોન્ટ્રોવર્સી સર્જાય છે. અથવા તો તેની વિરુદ્ધ ફરીયાદ દાખલ થયા પછી તે કોન્ટ્રોવર્સીમાં પડી જાય છે. ત્યારે હવે હાલમાં જ હેટ સ્પીચ આપવા મામલે કંગના વિરુદ્ધ ફરીયાદ દાખલ થઈ છે. તૃમૂલ કોંગ્રેસ ઋજુ દત્તા(Riju Dutta)એ કોલકાતાના ઉલ્ટાડાંગા પોલીસ સ્ટેશનમાં કંગના વિરુદ્ધ હેટ સ્પીચ આપવા બદલ ફરીયાદ દાખલ કરવામાં આવી છે.

કંગના વિરુદ્ધ હેટ સ્પીચ આપવા બદલ ફરીયાદ દાખલ કરવામાં આવી

ઋજુ દત્તાએ ટ્વિટર પર પોતાની એફઆઈરની કોપી પણ શેર કરી છે. કોપી શેર કરવાની સાથે સાથે તેમણે લખ્યું છે કે મેં કંગના રનૌતની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી છે, કારણકે તેઓ બંગાલમાં સામ્પ્રદાયિક હિંસા ભડકાવવાનો નફરત ફેલાઈ રહી છે, અને સાથે સાથે મમતા બેનર્જીની છબી પણ ખરાબ કરી રહી છે.

કંગનાનું એકાઉન્ટ થયું સસ્પેન્ડ

પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકાર બન્યા પછી કંગનાએ ટીએમસી વિરુદ્ધ ઘણા ટ્વિટ કરી રહી હતી. કંગના ખૂલીને બીજેપીનો સાથ આપતા ટીએમસી પર નિશાન સાધી રહી હતી. કંગનાએ ટીએમસી પર ગેંગરેપનો આરોપ લગાવીને ટ્વિટ કર્યું હતું. ત્યાર પછી તેનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યું હતું. કંગનાનું એકાઉન્ટ હવે હંમેશા માટે સસ્પેન્ડ કરી દીધું છે.

Related posts

મધ્યપ્રદેશમાં અતિવૃષ્ટિ અને પૂરને લીધે પરિસ્થિતિ થઈ બેકાબૂ, આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી

pratik shah

રામ મંદિર / રામ ભક્તો માટે મોટા સમાચાર, આ વર્ષ સુધીમાં કરી શકશો રામલલાના દર્શન

Zainul Ansari

સર્વેક્ષણ બાદ સી-વોટરની ભવિષ્યવાણી: ઉત્તર પ્રદેશમાં ભાજપ-યોગી સરકારનો રહેશે દબદબો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!