GSTV
Gujarat Government Advertisement

કંગના કંગાળ/ બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌત પાસે ટેક્સ ભરવાના પણ નથી રૂપિયા, સ્ટારડમ અને કેરિયર જોખમમાં

Last Updated on June 9, 2021 by Harshad Patel

પોતાના નિવેદનોના કારણે હંમેશા ચર્ચામાં રહેતી બોલીવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હવે પોતાની કેરિયરને લઈને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કંગનાનું કહેવું છે કે, મેં ગયા વર્ષનો અડધો ટેક્સ ભર્યો નથી. કારણકે મારી પાસે હાલમાં કોઈ કામ નથી. પહેલી વખત એવું થયું છે કે, મારે ટેક્સ ભરવામાં મોડુ થયું હોય. કંગનાએ આ અંગેનો ખુલાસો સોશિયલ મીડિયા પર કર્યો હતો.

હું મારી આવકના 45 ટકા ટેક્સ તરીકે ચૂકવું છું

તેણે કહ્યું હતું કે, હું મારી આવકના 45 ટકા ટેક્સ તરીકે ચૂકવું છું અને સૌથી વધારે ટેક્સ ભરનારા લોકોની કેટેગરીમાં આવતી હોઉં છું. જોકે મારી પાસે હાલમાં કોઈ કામ નહીં હોવાથી ગયા વર્ષનો 50 ટકા ટેક્સ ચુકવવાનો મારે બાકી છે. ટેક્સ ભરવામાં મોડું થયું હોય તેવું પહેલી વખત બન્યું છે પણ સરકાર મારે જે ટેક્સ ભરવાનો બાકી છે તેના પર વ્યાજનો પણ ચાર્જ કરી રહી છે.

મે મહિનમાં કંગના કોરોનાનો પણ શિકાર બની હતી.

ઉલ્લેખનીય છે કે, કંગના અને શિવસેના આમને સામને આવી ગયા બાદ ગયા વર્ષે કંગનાની મુંબઈ સ્થિતિ ઓફિસર પર મુંબઈ કોર્પોરેશને બુલડોઝર ચલાવ્યું હતું. મે મહિનમાં કંગના કોરોનાનો પણ શિકાર બની હતી. કોવિડ નેગેટિવ થયા બાદ તેણે કોરોના અંગે પણ કહ્યું હતું કે, કોરોના સામે હું લડી અને સાજી થઈ પણ આ અંગે હું વધારે બોલવા નથી માંગતી.

તામિલનાડૂના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપીકમાં જયલલિતાનો રોલ ભજવી રહી

જોકે કેરિયરની રીતે જોવામાં આવે તો કંગના તામિલનાડૂના પૂર્વ સીએમ જયલલિતાની બાયોપીકમાં જયલલિતાનો રોલ ભજવી રહી છે. આ સિવાય તે ધાકડ નામની એક ફિલ્મમાં પણ નજરે પડવાની છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સાવધાન / ફ્રીમાં ઇન્ટરનેટ વાપરવાની લાલચ ભારે પડી શકે છે, પબ્લિક વાઇફાઇનો ઉપયોગ કરતા સમયે રહો અલર્ટ

Zainul Ansari

ક્વાડ સમૂહ/ બાંગ્લાદેશમાં અમેરિકાથી એક ફોન આવતાં ફફડી ગયું ચીન, વિરોધીઓથી ઘેરાયેલું ચીન હવે ધમકી પર ઉતરી આવ્યું

Harshad Patel

જુના સિક્કા / જો તમારી પાસે છે આ સિક્કો તો તમે ઘરે બેઠા કમાઈ શકો છો 5 લાખ રૂપિયા, જાણો રીત

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!