GSTV

જયા બચ્ચનની વાત ભડકી કંગના રનૌત, Tweet કરી વ્યક્ત કર્યો ગુસ્સો

થોડા સમય અગાઉ જયા બચ્ચને સંસદમાં બોલિવૂડને બદનામ કરવાની અને નિશાન બનાવવાની વાત કરી હતી, પરંતુ જયા બચ્ચનનું આ નિવેદન સાંભળ્યા બાદ અભિનેત્રી કંગના રનૌતનો પારો ગરમ થઇ ગયો. જયાનું નિવેદન બહાર આવ્યાં બાદ તરત જ તેણે એક ટ્વિટમાં ઘણા સવાલો ઉભા કર્યા. કંગનાએ ટ્વિટમાં લખ્યું છે કે, ‘જયા જી તમે આ જ વાત કહેતા જો મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાની સાથે રૂપમાં મારપીટ થાત તો, માદક દ્રવ્યો આપવામાં આવ્યા હોત અને તેની સાથે છેડતી થઇ હોત તો? તમે આવું જ નિવેદન આપતા જો અભિષેક વારંવાર સતાવણીની ફરિયાદ કરે અને એક દિવસ ફાંસી પર લટકેલો મળે? અમારા માટે પણ કરુણા બતાવો.’

થાળીમાં છીદ્રો પાડે છે

હકીકતમાં આજે સવારે જયા બચ્ચને આ મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે દુઃખની વાત છે કે કેટલાક લોકો જે થાળીમાં ખાય છે તે જ થાળીમાં છીદ્રો પાડે છે. જયાએ કહ્યું કે માત્ર થોડા લોકોના કારણે આજે મનોરંજન ઉદ્યોગ ટીકાનો શિકાર બની ગયું છે જે દરરોજ લગભગ પાંચ લાખ લોકોને સીધી રોજગાર અને દરરોજ પચાસ લાખ લોકોને પરોક્ષ રીતે રોજગાર આપે છે.

ભાષા પર પ્રતિબંધ મૂકવો જોઇએ

જયાએ કહ્યું કે લોકડાઉન દરમિયાન આવી કેટલીક પરિસ્થિતિઓ આવી કે મનોરંજન જગત સોશિયલ મીડિયા પર ખરાબ ટીકાનો શિકાર થવા લાગ્યું અને તેને ‘ગટર’ કહેવામાં આવ્યું. ‘આ સાચું નથી થઇ રહ્યું. આવી ભાષા પર પ્રતિબંધ મૂકવો જોઇએ.’

READ ALSO

Related posts

જાણો કારમાં લાગેલા એર બેગ્સ કઈ રીતે કરે છે કામ, તમારી કાર માટે કેમ છે જરૂરી?

Arohi

મૂન મિશનઃ આ વર્ષમાં ચંદ્ર પર પહેલી વખત મહિલા પગ મુકશે, મિશન પર થશે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

Karan

સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો કારોબાર, ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!