GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

એની સાથે મારી તુલના શરમજનક છે, ક્યાં હું અને ક્યાં એ….

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કંગના રનૌતે કહ્યું  હતું કે મારી અને આલિયાના અભિનયની તુલના કરવી શરમજનક ગણાય. ક્યાં હું અને ક્યાં આલિયા… !મનોરંજન સાથે સંકળાયેલી એક વેબસાઇટે પોલ યોજ્યો હતો જેમાં આલિયા અને કંગના સહિત કેટલાક કલાકારોને એમના અભિનયના આધારે મત આપવાનો હતો.

201૯ની બેસ્ટ અભિનેત્રી તમે કોને માનો છો ? એવા સવાલના જવાબમાં આલિયાને ગલી બૉય ફિલ્મ માટે33 ટકા અને કંગનાને મણીકર્ણિકા માટે 37 ટકા મતો મળ્યા હતા. 

આથી કંગના ઉશ્કેરાઇ ગઈ હતી અને એણે કહ્યું હતંુ કે આ તુલના શરમજનક છે. આલિયાનો ગલી બૉયનો અભિનય સાવ સરેરાશ (એવરેજ ) હતો. એની અને મણીકર્ણિકાના મારા અભિનયની તુલના થઇ શકે નહીં. ગલી બૉય તો હીરો પ્રધાન ફિલ્મ હતી જ્યારે મણીકર્ણિકા નાયિકા પ્રધાન ફિલ્મ હતી એટલે મારે વધુ મહેનત કરવી પડી હતી. 

એણે એવી ટકોર પણ કરી હતી કે મિડિયા ક્યારેક બાળકોને (આલિયાને એણે બાળકી ગણાવી હતી) વધુ પડતું મહત્ત્વ આપી દે છે.  

મણીકર્ણિકામાં મુખ્ય રોલ કરવા ઉપરાંત કંગનાએ એના ડાયરેક્શનની જવાબદારી ઉપાડી હતી. કંગના સદા પોતાના માટે ખૂબ ઊંચો અભિપ્રાય ધરાવતી રહી છે અને એનો અહંકાર પણ બહુ મોટો છે.

Read Also

Related posts

100 કિમીની ઝડપે ગાડી ચલાવતો હતો યુવક, અચાનક બ્રેક પાસે ખતરનાક સાંપને જોયો અને પછી જે થયું…

Pravin Makwana

નેપાળ પણ ચીનના રસ્તે, લલબકૈયા નદી પર બની રહેલા બંધને તોડી નાખવાની આપી ધમકી

Harshad Patel

ચીનની લુચ્ચાઈ! કહ્યું- આતો Coronaની ફક્ત પહેલી લહેર છે, લાંબા સમય સુધી દુનિયાને ચુકવવી પડશે કિંમત

Arohi
Do NOT follow this link or you will be banned from the site!