બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ફેન્સ માટે ખુશ ખબર છે. કંગના પૂરા દોઢ વર્ષ પછી ટ્વિટર પર પાછી આવી રહી છે. અભિનેત્રીએ દોઢ વર્ષ બાદ કમબેક કરતાં પહેલા ટ્વીટમાં લખ્યું- હેલો મિત્રો. પાછા આવીને બહુ સારું લાગી રહ્યું છે. આ સાથે અભિનેત્રીએ ફિલ્મ ‘ઇમરજન્સી’નો બિહાઈન્ડ ધ સીન વીડિયો પણ શેર કર્યો છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે. કંગનાએ લખ્યું- ‘ઇમરજન્સી’નું શૂટિંગ પૂરું થઈ ચૂક્યું છે. થિયેટરોમાં તમામને 20 ઑક્ટોબર 2023ના રોજ મળીશું.

કંગના રનૌતની ટ્વિટર વાપસીના સમાચારથી ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. એક ફેને લખ્યું ‘વેલકમ બેક ક્વીન’. અન્ય એક પ્રશંસકે ફિલ્મ ‘ઇમરજન્સી’ વિશે કહ્યું છે કે તે કંગના રનૌતની અત્યાર સુધીની શ્રેષ્ઠ ફિલ્મ હશે. તે કદાચ ‘ક્વીન’ને બોક્સ ઓફિસની કમાણીમાં પણ પાછળ છોડી દેશે. કંગના તું અદ્ભુત કામ કરે છે. જય હો.
Hello everyone, it’s nice to be back here 🙂
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો કંગના રનૌત ટૂંક સમયમાં જ ફિલ્મ ‘ઇમરજન્સી’માં પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાંથી અભિનેત્રીનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. ‘ઇમરજન્સી’ કંગના રનૌતની પહેલી સોલો ડિરેક્શનલ ફિલ્મ હશે. કંગના ઉપરાંત આમાં અનુપમ ખેર, મહિમા ચૌધરી, વિશાલ નાયર અને શ્રેયસ તલપડે મહત્વના રોલમાં જોવા મળશે. આ સિવાય કંગના રનૌત પાસે ફિલ્મ ‘તેજસ’ પણ છે. ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ ગયું છે.
And it’s a wrap !!!
— Kangana Ranaut (@KanganaTeam) January 24, 2023
Emergency filming completed successfully… see you in cinemas on 20th October 2023 …
20-10-2023 🚩 pic.twitter.com/L1s5m3W99G
ગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ વર્ષ 2021ના મે મહિનામાં સસ્પન્ડ કરાયું હતું. આ દરમિયાન અભિનેત્રીએ બંગાળ ચૂંટણી દરમિયાન થયેલી હિંસા અંગે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું હતું, ત્યારબાદ કંગનાનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્ડ કરી દેવાયું હતું. ઉપરાંત કંગના રનૌત પર આરોપ લગાવાયો હતો કે, તે ટ્વિટરની પોલિસીને સતત ખરાબ કરી રહી છે. તેમના દ્વારા કરવામાં આવેલા અપમાનજનક ટ્વિટ્સ, ટ્વિટરની પોલિસીને નુકસાન પહોંચાડી રહ્યા છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- એફસીઆઇએ ઇ-હરાજીના પ્રથમ બે દિવસમાં ૯.૨ લાખ ટન ઘંઉ ખુલ્લા બજારમાં વેચ્યાં
- ભારતે છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં આટલા કરોડના સૈન્ય ઉપકરણોની કરી આયાત
- ચિલીના જંગલોમાં લાગી ભીષણ આગ, આગ પર કાબુ મેળવવા 63 એરક્રાફ્ટનો કાફલો તૈનાત, 13 લોકોના મોત
- હિટલર પર વિજયની 80મી જયંતિની ઉજવણી વચ્ચે પુતિન ન્યુક્લિયર સૂટકેસ સાથે દેખાતા અનેક અટકળો
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા