GSTV

ઉદ્ધવ ઠાકરેને કંગના રનૌતે આપ્યો પડકાર, કહ્યું- ‘જોઈએ છીએ કોણ, કોને સીધા કરે છે’

કંગના

બોલિવૂડની અભિનેત્રી કંગના રનૌત અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે ચાલી રહેલો ગજગ્રાહ હવે ટવિટર પર વધુ ગરમાયો છે. કંગનાએ મુંબઇ એરપોર્ટ પરથી ટવિટ કર્યું હતું કે હું ભારે દિલથી પાછી જઈ રહી છું. ચંદીગઢ પહોંચીને કંગનાએ સંજય રાઉત અને સોનિયા ગાંધી પર નિશાન સાધ્યું છે. તે ઉપરાંત તેની સલામતી વિશેની માહિતી પણ ફેન્સ સાથે શેર કરી હતી. કંગનાએ તેના તાજેતરના ટવિટમાં ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરે પર નિશાન સાધ્યું છે.

કંગનાએ ઉદ્ધવ ઠાકરે પર લગાવ્યા આ આરોપ

અભિનેત્રી કંગના રનૌતે તાજેતરમાં જ ટવિટ કરીને આદિત્ય ઠાકરેને ઘેરી લીધો છે. તેણે મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર તેમના પુત્રને બચાવવાનો આરોપ લગાવ્યો છે.

એક ટવિટમાં કંગનાએ લખ્યું હતું કે, ‘મહારાષ્ટ્રના મુખ્યમંત્રીની મૂળ સમસ્યા એ છે કે મેં ફિલ્મ માફિયા, એસએસઆરના હત્યારાઓ અને તેમના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો, જેમની સાથે તેમનો પુત્ર આદિત્ય ઠાકરે હેંગઆઉટ કરતો હતો. આ મારો મોટો ગુનો છે, તેથી હવે તેઓ મારો ઇલાજ કરવા માગે છે. ઠીક છે, ચાલો જોઈએ કે કોણ કોને સુધારે છે. કો કોને સીધા કરે છે.

કંગના

નવમી સપ્ટેમ્બરે કંગના મુંબઈ પહોંચી હતી. તે મુંબઈ પહોંચે તે પહેલા જ બીએમસીએ તેની ઓફિસનું બાંધકામ ગેરકાયદેસર ગણાવીને તેનો થોડો ભાગ તોડી નાખ્યો હતો. તેથી કંગનાને ખૂબ આઘાત લાગ્યો હતો. કંગના રવિવારે સાંજે પાંચ વાગ્યે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીને મળી હતી. તેણે રાજ્યપાલની સામે પોતાનો પક્ષ રાખ્યો હતો. બેઠક બાદ તેણે કહ્યું કે મને ન્યાય મળશે તેવી આશા છે.

Read Also

Related posts

મૂન મિશનઃ આ વર્ષમાં ચંદ્ર પર પહેલી વખત મહિલા પગ મુકશે, મિશન પર થશે 2 લાખ રૂપિયા સુધીનો ખર્ચ

Karan

સુરતમાંથી ઝડપાયો ડ્રગ્સનો મોટો કારોબાર, ત્રણ આરોપીઓની કરાઈ ધરપકડ

pratik shah

વડોદરા/ મોડી રાત્રે પોલીસ પર હુમલાની ઘટના બની, ટોળાએ પોલીસના બાઈકને ચાંપી આગ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!