GSTV
Gujarat Government Advertisement

ફાયર બ્રાન્ડ અભિનેત્રી કંગનાએ હવે આમિરને લીધો આડેહાથ, અસહિષ્ણુતાની માળા જપતા હતા હવે કેમ બની ગયા મૌની બાબા

Last Updated on October 23, 2020 by pratik shah

 ફાયર બ્રાન્ડ અભિનેત્રી કંગનાએ હવે બોલીવૂડ સ્ટાર આમીર ખાન પર નિશાન સાધ્યું છે. કંગના રનૌત સાથે શિવસેનાનો તો ગજગ્રાહ ચાલી જ રહ્યો છે અને એ પછી કંગનાની મુંબઈ સ્થિત ઓફિસના બાંધકામને ગેરકાયદેસર ગણાવીન મુંબઈ કોર્પોરેશને બુલડોઝર ફેરવી દીધું હતું. મુંબઈ કોર્પોરશનમાં હાલમાં શિવસેનાનું શાસન છે. જોકે કંગનાના તેવર હજી પણ નરમ પડ્યા નથી.

કંગના

કંગનાએ છેડ્યો અસહિષ્ણુતાનો સુર

કંગનાએ હવે આમિર ખાનને સવાલ પૂછ્યો છે કે, દેશમાં જે અસહિષ્ણુતાની માળા જપનારી ગેંગ છે તેણે કેટલી તકલીફો સહન કરી છે. હેરાનગતિ તો મારી થઈ રહી છે. જે રીતે રાણી લક્ષ્મીબાઈનો કિલ્લો તોડવામાં આવ્યો હતો તે રીતે મારી ઓફિસ તોડી પાડવામાં આવી છે. જે રીતે સાવરકરજીને વિદ્રોહ માટે જેલમાં નાંખવામાં આવ્યા હતા તે રીતે મને જેલમાં મોકલવાની કોશિશ થઈ રહી છે. ઈનટોલરન્સ ગેંગને કોઈ પૂછે છે કે તેમણે કેટલા કષ્ટ સહન કર્યા છે.

આમિર ખાને આપ્યું હતું અસહિષ્ણુતાને લઈને નિવેદન

કંગનાએ આમિરને આ સવાલ પૂછ્યો તેની પાછળનું કારણ એ છે કે, ભૂતકાળમાં આમિરખાને દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ હોવાનું અને ડર લાગી રહ્યો હોવાનુ નિવેદન આપ્યું હતું. કંગનાએ આડકતરી રીતે આમિરખાનને સવાલ પૂછ્યો છે કે, મને જ્યારે નિશાન બનાવાઈ રહી છે ત્યારે કેમ આમિરે ચૂપ્પી સાધી લીધી છે. ઉલ્લેખનીય છે કે, કંગના પર કોમી તનાવ સર્જાય તેવા નિવેદન આપવા બદલ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આમ તેના પર ધરપકડની તલવાર પણ લટકી રહી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

સંબંધોની હત્યા: જમીન વિવાદમાં પિતા સમાન મોટાભાઈએ કરી નાનાભાઈ ની હત્યા

Pritesh Mehta

Allopathy vs Ayurveda / સુપ્રીમ કોર્ટના શરણે બાબા રામદેવ, તમામ કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગ

Zainul Ansari

6-1નોટિસ કે સહાય વગર જ શરૂ થયું HPCLની પાઈપલાઈનનું કામ, ખેડૂતો થયા પરેશાન

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!