GSTV
Home » News » કંગના રનૌત બે દિવસની ગુજરાત મુલાકાતે, સોમનાથમાં ભોળાનાથ સમક્ષ ઝુકાવ્યું શિશ

કંગના રનૌત બે દિવસની ગુજરાત મુલાકાતે, સોમનાથમાં ભોળાનાથ સમક્ષ ઝુકાવ્યું શિશ

બોલિવુડની જાણીતી અભિનેત્રી કંગના રણૌત બે દિવસથી ગુજરાતની મુલાકાતે છે.અને આજે તેણે સોમનાથમાં ભોળાનાથ સમક્ષ શિશ ઝુકાવ્યુ છે.

કંગના રનૌતે અને ભગવાન દ્વારકાધીશની પાદુકાનું પૂજન કર્યું હતું. તેમજ 14 જાન્યુઆરીએ રિલીઝ થઈ રહેલી પોતાની આગામી ફિલ્મ માટે પ્રાર્થના પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, કંગના પહેલીવાર દ્વારકા પહોંચી હતી. જ્યાં તેણે દ્વારકાધીશની સાથે નાગેશ્વરના પણ દર્શન કર્યા હતા.

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત શુક્રવારે દ્વારકાધીશના મંદિરે ભગવાન શ્રી કૃષ્ણના ચરણે શીશ ઝુકાવ્યું હતું. ભગવાન દ્વારકાધીશ જગતમંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

કંગનાએ નાગેશ્વર મંદિરના પણ દર્શન કર્યા હતા. કંગનાએ દ્વારકા મંદિરમાં દર્શન કરતી વેળાએ રેડ ટ્રેડિશન ડ્રેસ પહેર્યો હતો. કંગનાએ મંદિરમાં દર્શન કરી અને દ્વારકાના ઇતિહાસને સમજ્યો હતો.

કંગના રણૌત ગઈકાલે દ્વારકા અને નાગેશ્વર જ્યોર્તિલિંગના દર્શન કર્યા બાદ આજે સોમનાથ પહોંચી હતી.

તે  સોમનાથમાં મધ્યાહન આરતીમાં સામેલ થઈ અને મહાપૂજા કરી ધન્યતા અનુભવી. શિવજી સર્વજ્ઞાની હોય તેઓ પોતે શુ માંગવા માંગે છે. તેની તેમને ખબર હોવાનું કંગનાએ જણાવ્યું હતું.

Read Also

Related posts

રસ્તો ઓળંગતા બે બાળકોને કારે ટક્કર મારતા એકનું મોત, ઘટના સીસીટીવીમાં કેદ

Nilesh Jethva

અંતે ટ્રમ્પ અને મોદીના રોડ શોના યજમાન કોણ હશે તે વાતની થઈ સ્પષ્ટતા

Nilesh Jethva

અમદાવાદના આ વિદ્યાર્થીઓ ટ્રમ્પને ભારતીય દેશી શરીર સૌષ્ઠવરૂપી શૌર્ય દર્શાવશે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!