GSTV
Home » News » બોલિવૂડમાં ના હોત તો કંગના રનૌત આજે આ ઇન્ડસ્ટ્રીમાં કરતી હોત કામ

બોલિવૂડમાં ના હોત તો કંગના રનૌત આજે આ ઇન્ડસ્ટ્રીમાં કરતી હોત કામ

સતત વિવાદો વચ્ચેય મોખરાની અભિનેત્રી બની રહેલી કંગના રનૌતનો આજે બર્થ ડે છે. ૧૯૮૭ના માર્ચની ૨૩મીએ જન્મેલી કંગના આજે ૩૩ વર્ષની થઇ. ૨૦૦૬માં ગેંગસ્ટર ફિલ્મથી અભિનય કારકિર્દી શરૃ કરનારી કંગના ક્વીન ફિલ્મમાં નેશનલ એવોર્ડ મલ્યા બાદ સ્ટાર બની ગઇ હતી. અત્યાર સુધીમાં આશરે ચાલીસેક ફિલ્મો કરી ચૂકેલી કંગનાની હિટ ફિલ્મો જેટલીજ ફ્લોપ ફિલ્મો પણ આવી. એની અત્યંત અપેક્ષા જગાડનારી કેટલીક ફિલ્મો ફ્લોપ નીવડી જ્યારે બીજી કેટલીક ફિલ્મો હિટ નીવડી. 

આજે કંગના બોલીવુડની ક્વીન તરીકે જાણીતી છે પરંતુ એક સમય એવો હતો જ્યારે કંગના ફિલ્મની તલાશમાં પોર્ન ઇન્ડસ્ટ્રી સુધી પહોંચી ગઇ હતી. કંગનાએ 17 વર્ષની ઉંમરે પોતાની ફિલ્મી કરિયર શરૂ કરી હતી. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યું કે, કેવી રીતે તે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો હિસ્સો બનતા પહેલા એક એડલ્ટ ફિલ્મ સાઇન કરી ચુકી હતી.

કંગનાએ કહ્યુ કે, તે સમયે હું ટીનએજર હતી અને મારે ફિલ્મ માટે ફોટોશૂટ કરવાનું હતુ પરંતુ હું ત્યા પહોંચી તો મને થોડુ અજુગતુ લાગ્યુ. પરંતુ મને થયુ કે હું આ કરી લઇશ. જો કે પછીથી મને તે ફોટોશૂટ અશ્લીલ ફિલ્મ જેવું લાગ્યુ અને આ કરવુ મને યોગ્ય ન લાગ્યુ. કંગનાએ કહ્યું કે જો અનુરાગ બસુએ મને ગેંગસ્ટર ન આપી હોત તો હું આજે ક્યાંક બીજે હોત.

જણાવી દઇએ કે દિલ્હીમાં રંગભૂમિ પર અભિનય કરતાં કરતાં કંગના મુંબઇ આવી હતી. જો કે પોતે આઉટસાઇડર ગણાતી હોવાથી વધુ સંઘર્ષ કરવો પડયો એવું માનતી કંગના એક કરતાં વધુ વખત કહી ચૂકી છે કે બોલિવૂડમાં સગાંવાદ બહુ છે.

એની હિટ ફિલ્મોમાં તનુ વેડ્સ મનુ અને એની સિક્વલ અને તાજેતરમાં રજૂ થયેલી મણીકર્ણિકા ધ ક્વીન ઑફ ઝાંસીનો સમાવેશ થાય છે. બાકીની એની મોટા ભાગની ફિલ્મો પીટાઇ ગઇ હતી. 

એવી ફિલ્મોમાં વિશાલ ભારદ્વાજની રંગૂન મહત્ત્વની છે કારણ કે એ ફિલ્મ માટે જબરદસ્ત પબ્લિસિટી કરવામાં આવી હતી. એ જ રીતે હંસલ મહેતાની સિમરન ફિલ્મે પણ ધાર્યો બિઝનેસ કર્યો નહોતો. 

હવે કંગના તામિલનાડુનાં મુખ્ય પ્રધાનપદે રહી ચૂકેલી મૂળ તમિળ ફિલ્મોની વીતેલા દાયકાની ટોચની અભિનેત્રી જયલલિતાનો રોલ કરવાની છે.

Read Also

Related posts

ગુજરાતનાં CM વિજય રૂપાણીનાં કાફલાને અકસ્માત નડ્યો,અંબાજીથી પરત ફરતા બની ઘટના

Riyaz Parmar

ભાવનગરમાં ગુંગળાઈ જવાથી ત્રણનાં મોત,પાણીનાં સેમ્પલ લેવા જતા બની ઘટના

Path Shah

ગેમ ઓફ થ્રોંસ 8: બોલ્ડ સીન્સ ઉપર વિવાદ થયો તો એક્ટ્રેસે આપ્યો આ જવાબ

Nilesh Jethva