GSTV

PHOTOS/ ભાઈના રિસેપ્શનમાં હિમાચલી પહાડી લૂકમાં સુંદર દેખાઈ રહી છે કંગના

અભિનેત્રી કંગના રાનૌત હાલ સેલિબ્રેશનમાં વ્યસ્ત છે. તહેવારોની સિઝનમાં તેના ભાઈ અક્ષતના લગ્ન છે. ત્યારે આ અવસરમાં ક્યાંય પણ કમી ન દેખાય તે માટે કંગના બરાબરની સજીધજીને દેખાય રહી છે. પોતાના ઘરમાં નવી ભાભીનું આગમન થતાં કંગના ઘણી ખુશ છે. થોડા સમય પહેલા કંગનાએ પોતાના ભાઈના લગ્નના ફોટો પણ શેર કર્યા હતા. બાદમાં તેણે ભાઈ અને ભાભીના રિસેપ્શનના ફોટોઝ પણ શેર કર્યા હતા.

કંગના આ ફોટોઝમાં ટ્રેડિશનલ પહાડી આઉટફિટમાં જોવા મળી હતી. તેણે સાડીની સાથે પહાડી હિમાચલી ટોપી અને શોલ પહેરી હતી. તેના ભાઈએ પણ આવી જ ટોપી લગાવી હતી. કંગનાની ભાભી પણ સાડીમાં જોવા મળી હતી.

આ અગાઉ કંગનાએ ભાઈના લગ્નની અમુક તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં લહેંગામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. કંગનાના ભાઈએ લેવેંડર રંગની શેરવાની અને ભાભીએ લહેંગો પહેર્યો હતો.

ભાઈના લગ્નની સાથે સાથે કંગના તહેવારોને પણ ઉજવી રહી છે. તેણે શનિવારના રોજ દિવાળીનો તહેવાર પણ ઉજવ્યો હતો, જેના ફોટોઝ તેને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. કંગનાએ દિવાળી પર ડિઝાઈનર સબ્યસાચીએ બનાવેલો કુર્તો અને ચૂડીદાર પહેર્યુ હતું.

READ ALSO

Related posts

અભિનેત્રી દિવ્યા ભટનાગરની તબિયત લથડી, કોરોનાનો રિપોર્ટ આવ્યો હતો પોઝિટીવ: હાલ વેન્ટિલેટર પર

Ankita Trada

ડિજિટલ કરન્સી બિટકોઈને 2020માં આપ્યું જોરદાર વળતર, શું 2021માં પણ આવી તેજી જળવાશે?

Ankita Trada

ઈરાનના ટોપ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યા, હુમલામાં ઈઝરાયેલનો હાથ હોવાની શંકા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!