GSTV
Bollywood

ફિલ્મ ‘મણિકર્ણિકા’ના શુટિંગ સમયે કંગના ફરી એક વખત ઘાયલ, પગમાં ઈજા થઈ

બોલીવુડ અભીનેત્રી કંગના રાણાવતના સમર્થકો માટે ખરાબ સમાચાર છે. ફિલ્મ મણિકર્ણિકાના શુટિંગ દરમ્યાન ફરી એક વખત કંગનાને પગમાં ઈજા થવાથી તે ઘાયલ થઈ છે.

આ અગાઉ હૈદરાબાદમાં ફિલ્મની શુટિંગ દરમ્યાન કંગના ઘાયલ થઈ હતી. શુટિંગમાં તલવારબાજીનો રોલ પ્લે કરવાનો હતો. તે સમયે કંગનાના માથે તલવાર વાગવાથી તે ઘાયલ થઈ હતી. બાદમાં કંગનાને ICUમાં એડમિટ કરવામાં આવી હતી. જેમાં તેને માથા પર 15 ટાંકા આવ્યા હતા.

મહત્વનું છે કે, કંગના પોતાના કામ માટે વધારે સમર્પિત છે. તે બધા સ્ટંટ જાતે કરવામાં માને છે. આ ફિલ્મના એક્શન સીન માટે તેમણે બોડીનો ડબલ ઉપયોગ કરવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો. જેના કારણે તે બે વખત ઘાયલ થઈ છે.

Related posts

યૂનિક નથી હોતા ઉર્ફી જાવેદનાં સુપરબોલ્ડ કપડાંસ, હોલિવુડ હિરોઇનની કરે છે સસ્તી નકલ

Hemal Vegda

રાખી સાવંતે હવે હેમા માલિનીને આપ્યો જવાબ, કહ્યું- હું બીજી સ્મૃતિ ઈરાની બનીશ

GSTV Web Desk

‘વિક્રમ વેધા’ ના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં પહોંચી ટીમ, સૈફ અલી ખાને કર્યો આ મજેદાર ખુલાસો

GSTV Web Desk
GSTV