GSTV

જયા બચ્ચન અને કંગના આમને-સામને, મારા બદલે તમારી પુત્રી અને સુશાંતની જગ્યાએ તમારો પુત્ર હોત તો?

બોલિવૂડમાં ડ્રગ્સના વિવાદમાં હવે જયા બચ્ચન પણ કૂદી પડયા છે. ભાજપ સાંસદ અને અભિનેતા રવિ કિશને રાજ્યસભામાં બોલિવૂડમાં ડ્રગ્સનો વિવાદ ઉઠાવ્યો હતો. સમાજવાદી પક્ષના સાંસદ જયા બચ્ચને રવિ કિશનને જવાબ આપતાં હોય તેમ જણાવ્યું હતું કે, બોલિવૂડે કેટલાક લોકોને પ્રસિદ્ધિ આપી, તોય તેઓ તેને ગટર કહે છે. હું એવા લોકો સાથે જરા પણ સંમત નથી. આ એવા લોકો છે જેઓ જેનું ખાય છે તેનું જ ખોદે છે. જયા બચ્ચનના નિવેદનથી અકળાયેલી કંગના રનૌતે વળતો ઘા કરતાં જણાવ્યું હતું કે, મારી જગ્યાએ તમારી પુત્રી અને સુશાંતની જગ્યાએ તમારા પુત્રે ગળા ફાંસો ખાધો હોત તો પણ તમે આમ જ કહેત?

રવિ કિસને લોકસભામાં ડ્રગ્સનો મુદ્દો ઉઠાવ્યો

સુશાંતસિંહ રાજપુતની મોતના કેસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા પછી ભાજપ નેતા અને અભિનેતા રવિ કિસને સોમવારે રાજ્યસભામાં ડ્રગ્સ અને બોલિવૂડ કનેક્શનનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે પાકિસ્તાન અને ચીનમાંથી ડ્રગ્સની દાણચોરી થઈ રહી છે. આ દેશના યુવાનોને બરબાદ કરવાનુ કાવતરૂં છે. બોલિવૂડમાં પણ ડ્રગ્સ ઘૂસી ગયું છે. એનસીબી તેની તપાસ કરી રહી છે. આ બાબતમાં કડક કાર્યવાહી થવી જોઈએ. રવિ કિશનના નિવેદન પર નિશાન સાધતાં જયા બચ્ચને મંગળવારે જણાવ્યું હતું કે, સોશિયલ મીડિયા પર ફિલ્મ ઉદ્યોગને બદનામ કરાઈ રહ્યો છે.

પ્રસિદ્ધિ મેળવી તેને જ તેઓ ગટર કહી રહ્યા છે

કેટલાક લોકોના કારણે તમે સમગ્ર ઈન્ડસ્ટ્રીને ખરાબ કહી શકો નહીં. જે લોકોએ બોલિવૂડમાં પ્રસિદ્ધિ મેળવી તેને જ તેઓ ગટર કહી રહ્યા છે. હું તેમની સાથે જરા પણ સંમત નથી. આ એવા લોકો છે, જે જેમનું ખાય છે તેમનું જ ખોદે છે. હું સરકારને અપીલ કરૂં છું કે તે આવા લોકોને કહે કે આ પ્રકારની ભાષાનો ઉપયોગ ન કરે. જયા બચ્ચનને વળતો જવાબ આપતી હોય તેમ કંગના રનૌતે પણ આકરી પ્રતિક્રિયા આપી હતી.

કંગનાએ જયાને સીધે સીધો સવાલ કર્યો

સુશાંત

જયા બચ્ચનના ભાષણની ક્લિપ ટ્વીટર પર શૅર કરતાં કંગનાએ જયાને સીધે સીધો સવાલ કર્યો હતો કે, જયાજી, મારી જગ્યાએ તમારી પુત્રી શ્વેતાને ટીનએજમાં મારવામાં આવી હોત અને સુશાંતની જગ્યાએ તમારા પુત્ર અભિષેકે ગળાફાંસો ખાધો તો ત્યારે પણ શું તમે આમ જ કહ્યું હોત? થોડીક ભલમનસાઈ અમારી સાથે પણ રાખો. કંગનાએ અગાઉ જણાવ્યું હતું કે, એનસીબી બોલિવૂડની તપાસ કરે તો પ્રથમ હરોળના અનેક કલાકારો જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય. જો બ્લડ ટેસ્ટ થાય તો અનેક ચોંકાવનારી વાતો સામે આવશે.

મને આશા છે કે વડાપ્રધાન સ્વચ્છ ભારતના મિશન હેઠળ બોલિવૂડની ગટર સાફ કરશે. બીજીબાજુ સુશાંતના મોતના કેસની તપાસ વચ્ચે કેન્દ્ર સરકારે મંગળવારે જણાવ્યું હતું કે એનસીબીને ફિલ્મ ઉદ્યોગના લોકો અને ડ્રગ તસ્કરો વચ્ચે કિથત સાંઠગાંઠનો ખુલાસો થાય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.

Read Also

Related posts

સુરેન્દ્રનગર નગરપાલિકા કચેરી બહાર સફાઈ કામદારોના આ માંગ સાથે પ્રતીક ઉપવાસ આંદોલન

Mansi Patel

WhatsApp જલ્દી લાવી રહ્યુ છે ઓથેંટિકેશન ફીચર, અહીંયા જાણો કેવી રીતે કરશે કામ

Ankita Trada

ઉંઝા માર્કેટ યાર્ડમાં સેસ કૌભાંડ મામલે રાજકારણ ગરમાયુ: વેપારી અને નિકાસકારોના પ્રતિક ઉપવાસ, APMCમાં ફરતી થઇ આ પત્રિકા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!