GSTV
Gujarat Government Advertisement

કંગનાની માતા આશા રનૌત બોલ્યા- મને મારી પુત્રી ઉપર ગર્વ છે, અમે શરૂઆતથી જ કોંગ્રેસી હતા પરંતુ…

Last Updated on September 11, 2020 by Mansi Patel

શુસાંત કેસમાં કેગનાએ રાજકિય વળાંક આપતાં આખો મામલો હવે કૌટુંબીક રહેવાના બદલે રાજકીય બની ગયો છે. જેમાં કંગનાનું કુટુંબ, શિવસેના અને ભાજપ રાજકીય વાતો કરી રહ્યાં છે. હવે કંગનાની માતા રાજકીય વાતો કરી રહ્યાં છે. મુંબઈ પોલીસની કાર્યકારી શૈલી પર સવાલ ઉઠાવવાના અને મુંબઈની પીઓકે સાથે તુલના કરવાને કારણે કંગના અને મહારાષ્ટ્ર સરકાર વચ્ચે મૌખિક યુદ્ધ શરૂ થયું.કંગના રાનાઉતના રાજકિય વિવાદમાં કંગનાની માતા આશા રણૌતનું રાજકીય નિવેદન પણ આવ્યું છે.

કંગનાની માતાએ કહ્યું છે કે તેને તેની પુત્રી પર ગર્વ છે. અમે શરૂઆતથી જ કોંગ્રેસના લોકો હતા, પરંતુ અમિત શાહ અને વડા પ્રધાન મોદીએ અમારું સમર્થન કર્યું હતું. તેણે અમારી પુત્રીને સુરક્ષા આપી. આખા ભારતના લોકોની પ્રાર્થના કંગના સાથે છે. મને મારી પુત્રી પર ગર્વ છે કે તે હંમેશા સત્યની સાથે ઊભી રહે છે. અમે કેન્દ્ર સરકાર, વડા પ્રધાન મોદી અને અમિત શાહનો આભાર માનું છું, જેમણે મારી પુત્રીની સુરક્ષા કરી હતી. તેમને સુરક્ષા આપવામાં નહીં આવે, તો પછી ખબર નહીં કે તેમનું શું થશે.

અમે શરૂઆતથી જ કોંગ્રેસ સાથે હતા, શરૂઆતથી જ અમારા દાદા પણ શરૂઆતથી જ કોંગ્રેસના સભ્ય હતા. પરંતુ તે પછી અમારો પુત્રીને ટેકો આપનાર અમિતા શાહ જીનો ટેકો મળ્યો. અમે તેમનો આભાર માનીએ છીએ હું મારી પુત્રી માટે પ્રાર્થના કરું છું. કંગનાની માતા આશા દેવીએ પણ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરનો આભાર માન્યો હતો. કંગનાએ શિવસેનાના નેતા સંજય રાઉતે કંગના માટે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. જ્યારે ગૃહમંત્રી અનિલ દેશમુખે તો એમ પણ કહ્યું હતું કે કંગનાને મુંબઈ કે મહારાષ્ટ્રમાં રહેવાનો અધિકાર નથી. આ પછી શિવસેનાના નેતાઓએ પણ કંગનાને મુંબઈ ન આવવાની ધમકી આપી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઉત્તર કોરિયા તબાહીના આરે: કોરોનાએ બરબાદ કર્યું અર્થતંત્ર, કિમ જોંગ ઉને કરી આ જાહેરાત

Pritesh Mehta

સુરેન્દ્રનગરના પરિવાર પર આભ ફાટ્યું, સ્વિમિંગ પુલમાં તરવા ગયેલ બાળકનું કમકમાટી ભર્યું મોત

Pritesh Mehta

પાલનપુરના યુવકે ભર્યું મોતનું પગલું, વિડીયો બનાવી કહ્યું કેમ કરે છે આપઘાત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!