GSTV

‘ગુંજન સક્સેના’ અંગે ભડકી કંગના, સરકાર પાસે કરી કરણ જોહરનો પદ્મશ્રી પરત લેવાની માંગ

ગુંજન સક્સેના

Last Updated on August 19, 2020 by Arohi

કરણ જોહરના પ્રોડક્શનમાં બનેલી ફિલ્મ ગુંજન સક્સેના  ધ કારગિલ ગર્લને લઈને ધીમે ધીમે વિવાદનો વંટોળ શરૂ થઈ ગયો છે. ઇન્ડિયન એરફોર્સના અધિકારીઓએ તેમા કેટલીક બાબતો સામે વિરોધ વ્યક્ત કર્યા બાદ હવે કંગના રનૌત પણ પોતાના રિએક્શન આપી રહી છે. કંગના આ ફિલ્મ સામે જોરદાર રીતે ભડકી છે. તેણે તો આ ફિલ્મને રાષ્ટ્ર વિરોધી કહીને કરણ જોહરને અપાયેલો પદ્મશ્રી એવોર્ડ પણ પરત ખેંચી લેવાની સરકાર સમક્ષ માગણી કરી છે. તેણે કરણ જોહરે પોતાને ખુલ્લેઆમ ધમકી આપી હોવાનો આરોપ પણ મૂક્યો છે.

કંગનાએ કરી પદ્મશ્રી એવોર્ડ પરત લેવાની માંગ

કંગનાએ ટ્વિટ કરીને લખ્યું છે કે હું સરકારને કરણ જોહરનો પદ્મશ્રી એવોર્ડ પરત ખેંચી લેવાની વિનંતી કરું છું. તેણે મને ખુલ્લેઆમ ફિલ્મ ઉદ્યોગ છોડી દેવાની ધમકી આપેલી છે. તેણે જ સુશાંત જેવા એક્ટરની કરિયર ખતમ કરી નાખી છે અને તેને ખતમ કરવાનું કાવતરું રચ્યું છે. કરણ જોહરે જ ઉરીના સંઘર્ષ વખતે પાકિસ્તાનનું સમર્થન કર્યું હતું.  હવે તેણે ભારતના આર્મીની વિરુદ્ધમાં રાષ્ટ્રવિરોધી ફિલ્મ બનાવી છે.

ગુંજન સક્સેના

નસીરૂદ્દીન શાહના ઈન્ટરવ્યૂ અંગે પણ કમેનટ

કંગનાએ પીઢ અભિનેતા નસીરુદ્દીન શાહના એક ઇન્ટરવ્યૂ અંગે પણ કમેન્ટ કરી છે. શાહે બોલિવૂડમાં મૂવી માફિયા હોવાની વાતને ફગાવી દીધી હતી. કંગનાએ આ અંગે કહ્યું હતું કે જેમના દિમાગમાં ઇન્ડસ્ટ્રીને લઈને હતાશા હોય તેવા લોકો જ મીડિયા સમક્ષ આવી વાતો કરી રહ્યા છે.

Read Also

Related posts

મુર્ખામીની હદ છે/ ચેલેન્જના ચક્કરમાં યુવકે ડિયોડ્રેંટ સાથે કર્યો એવો ખેલ, ફ્રીઝ થઇ ગયા નિપ્પલ

Bansari

Amazon ફરી વિવાદમાં/ તિરંગા વાળી ટી-શર્ટ અને જૂતા વેચવાના આરોપમાં જોરદાર વિરોધ, Twitter પર બૉયકૉટ કેમ્પેન થયુ ટ્રેન્ડ

Bansari

કામની વાત/ ગીઝર અને હીટર યુઝ કર્યા બાદ પણ ઓછુ આવશે વીજળીનું બિલ, બસ કરી લો આ 2 કામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!