GSTV
Gujarat Polls 2017 Kutch ગુજરાત

કંડલામાં વર્ષ 2014 બાદ આજે થઈ રહ્યું છે મતદાન

ગાંધીધામ સીટમાં આવતુ કંડલા એવું ગામ છે કે જ્યાં માત્ર લોકસભા અને વિધાનસભાનું જ મતદાન થાય છે. અહી ગ્રામ પંચાયત કે નગરપાલિકા જેવી કોઈ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નથી. જેના પગલે વર્ષ ૨૦૧૪ની લોકસભા બાદ કંડલાના લોકો સાડા ત્રણ વર્ષ બાદ વોટીંગ કરશે.

આ અંગે મળતી વિગતો મુજબ કંડલામાં અંદાજે પાંચ હજાર ઉપર મતદારો છે. અહી જમીન કંડલા પોર્ટ હસ્તક છે. જે કેન્દ્ર સરકાર હસ્તક આવે છે. અહી રહેતા માછીમાર તથા કામદાર પરિવારોને પાયાની સુવિધાઓના પણ ફાંફા છે. કારણ કે અહી કોઈ સૃથાનીક સ્વરાજ્યની સંસૃથા નથી. ડીપીટી અને રાજ્ય સરકારનું એક સરકારી દવાખાનું ચાલે છે.

વાવાઝોડા પહેલા અહી મોટી સંખ્યામાં લોકો રહેતા હતા. પરંતુ વર્ષ ૧૯૯૯ના વાવાઝોડા બાદ અહી રહેવાશીઓની સંખ્યા ઘટી ગઈ છે. કંડલા પોર્ટના મોટાભાગના કર્મચારીઓ હવે ગાંધીધામ રહેવા આવી ગયા છે. રાજ્ય  સરકારની અહી કોઈ ભુમીકા ન હોવા છતાં વિધાનસભાની ચુંટણી થાય છે. પરંતુ અહીના લોકોને હજુ પણ પાયાની સુવિધા મળી રહી નથી.

રાજ્ય અને કેન્દ્ર સરકરના ચક્કરમાં અહીના લોકો પીસાઈ રહ્યા છે. ખરેખર તો હાલ કેન્દ્ર અને રાજ્ય સરકારે સાથે મળી અહી એક સૃથાનીક સ્વરાજ્યની સંસૃથા સૃથપાય તે દિશામાં કામ કરવું જોઈએ. પરંતુ તેવી ઈચ્છા શક્તિ કોઈ પણ રાજકીય પક્ષે બતાવી નથી. કંડલાના લોકો શનિવારે વિધાનસભાની ચુંટણી બાદ વર્ષ ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં મતદાન કરશે.

Related posts

ભાવનગર / ચોરીના કેસમાં બે સોની વેપારી સહીત 8 આરોપીઓને 10 વર્ષની કેદની સજા

Hemal Vegda

અમદાવાદ / AMCએ વડાપાઉંના સ્ટોલને 44 હજારનો દંડફટકારી કરી દીધું સીલ, જાણો શું છે સમગ્ર મામલો

Hemal Vegda

બેટ દ્વારકા /  મેગા ડિમોલેશનમાં ડ્રગ ડીલર રમજાનનું મકાન કરાયું જમીનદોસ્ત

Hemal Vegda
GSTV