GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

કંડલા ડ્રગ્સ કેસમાં પોલીસને મળી મોટી સફળતા: પંજાબમાંથી આરોપીની કરી ધરપકડ, ઉત્તરાખંડના સરનામે ડ્રગ્સ મંગાવવામાં આવ્યું

ડ્રગ્સ

કચ્છના કંડલા પોર્ટ પરથી ઝડપાયેલા ડ્રગ્સમાં પંજાબના એક ગામમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી. આ ડ્રગ્સ ઉત્તરાખંડના એક સરનામે મંગાવવામા આવ્યું હતુ. આ ડ્રગ્સની કિંમત આશરે 1 હજાર 439 કરોડ હોવાનું માનવામાં આવી રહ્યુ છે. આ ડ્રગ્સ ઇરાનથી આવ્યું હતું. અને કંડલા પોર્ટ પાસે આવેલ A.V જોશી કંપનીમાંથી ઝડપાયું હતુ.

ડ્રગ્સ

એટીએસ અને ડીઆરઆઈ દ્વારા કંપનીમાં બાતમીના આધારે તપાસ હાથ ધરતા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાયું હતુ. જેને લઇને ત્રણ દિવસ સુંધી ખાનગી કંપનીમાં DRI અને ATS દ્વારા તપાસ કરવામાં આવી છે. ઈરાનના બંદર અબાસ પોર્ટથી ડ્રગ્સની આયાત કરવનાર પેઢી ઉત્તરાખંડની હોવાનું સામે આવ્યું. ત્યારે આ એટીએસ અને ડીઆરઆઈ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા ગુજરાત એટીએસ અને ડીઆરઆઇ દ્વારા સંયુક્ત ઓપરેશન પાર પાડવામાં આવ્યુ હતું. 250 કિલો ડ્રગ્સની કિંમત આશરે બેથી ત્રણ હજાર હોવાનું માનવામાં આવે છે. ડ્રગ્સનો આ જથ્થો કન્ટેનર્સમાં આવ્યો હતો. અફઘાનિસ્તાનથી આ જથ્થો લાવવામાં આવ્યો હોવાની આશંકા છે. તો બીજી તરફ ડ્રગ્સની કિંમતનો આંકડો હજુ વધી તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ મોટી સંખ્યામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું.

જાન્યુઆરીના મહિનામાં પણ કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણમાં ડ્રગ્સ ઝડપાતા ફરીથી ચર્ચામાં છે. ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હતું. હની કોમ્બ CFSમાં સર્ચ કરવામાં આવ્યું હતું. કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. બીજી તરફ કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ કરવામાં આવ્યો છે.

  • અદાણી સંચાલિત મુન્દ્રા પોર્ટ ઉપર ફરી એક વાર મોટા પ્રમાણ માં ઝડપાયો ડ્રગ્સ…
  • કચ્છના મુન્દ્રા પોર્ટ પર ફરી ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ
  • ભંગારની આડમાં કન્ટેઇનરમાં ડ્રગ્સ ઘુસાડવાની હતી પેરવી….
  • હની કોમ્બ CFSમાં કરાઈ રહ્યું છે સર્ચ
  • કસ્ટમ સહિતની કેન્દ્રની ઊંચએજન્સીઓ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવાયો…
  • કેટલો ડ્રગ્સ છે અને ક્યાંથી ક્યાં લઈ જવામાં આવી રહ્યું હતું તેની તપાસ ધમધમાટ

આ પહેલા પણ ગત વર્ષે સતત પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાયું હતું. ગુજરાત જાણે પંજાબના રસ્તે જઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસથી રાજ્યમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. અદાણી બંદર, દ્વારકા-મોરબીમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ત્યારે હવે આ કડીમાં જામનગરનું નામ પણ જોડાયું છે. જામનગરમાંથી 10 કરોડ રૂપિયાનું 2 કિવોથી વધુ હેરોઇનનો જથ્થો ઝડપાયો છે.

ડ્રગ્સ

નવેમ્બર 2021માં પણ કરોડોનું ડ્રગ્સ ઝડપાયું

ડ્રગ્સના વેચાણમાં લાગે છે કે હવે ગુજરાત પણ અગ્રેસર થઇ રહ્યું છે. ગુજરાત પણ જાણે કે હવે ડ્રગ્સ માફિયાઓનો અડ્ડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતના દરિયા માર્ગેથી ઘૂસાડાતો ડ્રગ્સનો વધુ એક મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. મુન્દ્રામાં કરોડોનું ડ્રગ્સ ઝડપાયા બાદ હવે દ્વારકામાંથી કરોડોનો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. દેવભૂમિ દ્રારકામાંથી ડ્રગ્સનો કરોડોની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. દરિયાઈ માર્ગેથી આવતો 66 કિલો ડ્રગ્સ જપ્ત કરાયું છે. આંતરરાષ્ટ્રીય કિંમત પ્રમાણે અંદાજે આ ડ્રગ્સ 350 કરોડોની કિંમતનું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

ગુજરાતની ભાજપ સરકાર ચૂંટણીમાં ખેલશે હિન્દુત્વ કાર્ડ : બિલકિસ બાનો કેસ ઉદાહરણ

Zainul Ansari

ગુજરાત ભાજપને પણ આપનો ફફડાટ, સામાન્ય જાહેરાતોમાં ભાજપ સીએમને ધરી રહ્યું છે આગળ

Zainul Ansari

VNSGUની ચૂંટણી બની લોહિયાણ / વિદ્યાના ધામમાં ખુલ્લેઆમ ગુંડાગર્દી, ABVP અને આપની વિદ્યાર્થી પાંખ વચ્ચે છુટ્ટાહાથની મારામારી

Zainul Ansari
GSTV