GSTV
Kutch ગુજરાત ટોપ સ્ટોરી

કંડલાના મધદરિયે એવી પ્રચંડ આગ ભભૂકી ઉઠી કે આખું જહાજ થઈ ગયું ખાખ

કંડલાના મધદરિયે બનેલા બનાવની આ વાત છે. કાળો ડિબાંગ ધૂમાડો ઉઠ્યો. ચોતરફ જળની વચ્ચે આગની જવાળાઓ ઉઠી. અનેક ક્રૂ મેમ્બરના જીવન અને મોતની લડાઇ હતી અને ત્યારબાદ શરૂ થયેલી જિંદગી અને મોત વચ્ચે કામગીરીમાં એક ક્રૂ મેમ્બરનું મોત થઇ ગયું. જ્યારે એક ક્રૂ મેમ્બર ગંભીર છે. જ્યારે અન્ય 26 ક્રૂ મેમ્બરના જીવ બચાવી લેવાયા છે.

આગ એટલી પ્રચંડ હતી કે ધૂમાડો થઇ ગયું આખુંયે જહાજ. જહાજમાં ભરેલા ક્રૂડથી જાણે હવનમાં ઘી નાખવાનું થયું કામ. દ્રશ્યો એવા હતા કે પહેલી જ નજરે એટલો જ વિચાર આવે કે જહાજમાં રહેલુ ક્રૂડ તો ખતમ થઇ જ ગયું હશે. પરંતુ જહાજમાં રહેલા ક્રૂ મેમ્બરનું શું થયું હશે.

શું જહાજની સાથે ક્રુ મેમ્બર પણ થઈ ગયા ખાખ?

નસીબજોગે આ વિકરાળ આગમાં મોટી જાનહાની તો નથી સર્જાઇ. પરંતુ એક ક્રૂ મેમ્બરની જરૂરથી મોત થઇ ગયું છે. કંડલા પોર્ટના મધ દરિયે જેનેસા નામના  ખાનગી કંપનીના આ જહાજમાં આગ લાગી. જહાજમાં ક્રૂડ હોવાથી આગ વધુ વિકરાળ બની. ખાનગી કંપનીના જહાજમાં લાગેલી આગ બાદ તાત્કાલીક આગને બૂઝાવાની કામગીરી હાથ ધરાઇ. ખાસ કરીને આગ વધુ વિકરાળ ન બને તે માટે ખાનગી કંપનીના કર્મચારીઓ પણ કામે લાગ્યા. કૂલિંગ તેમજ ઓઇલ લીક ન થાય તેની ખાસ કામગીરી કરી. જો એવું થાય તો દરિયામાં પ્રદૂષણ ફેલાય તેવી પણ શકયતા હતી. અન્ય જહાજથી પાણીનો સતત મારો ચલાવીને આ જહાજની આગને કાબૂ કરાઇ છે. જ્યારે આ જહાજમાં રહેલા તમામ ક્રૂ મેમ્બરને બચાવી લેવાયા હતાં.

Related posts

પંચમહાલ / શહેરાના સદાનપુરના સરપંચે પરિવાર સાથે આત્મવિલોપનનો કર્યો પ્રયાસ, જાણો શું છે કારણ 

Hemal Vegda

અમદાવાદ / એલ.ડી. આર્ટ્સ કોલેજમાં વિદ્યાર્થીઓની દાદાગીરી, પ્રિન્સિપાલને મારવા ખૂરશી ફેંકી, અન્ય વિદ્યાર્થીઓને પણ છરી બતાવી

Hemal Vegda

લાંચનું દૂષણ / નવી જનરેશન ભ્રષ્ટાચારની ચૂંગાલમાં, ‘સેવા’ કરવા નહીં પણ ‘મેવા’ ખાવા કરી રહ્યાં છે સરકારી નોકરી

HARSHAD PATEL
GSTV