GSTV
Home » News » કંચુકીથી બ્રા સુધી: સ્ત્રીઓના ઉપવસ્ત્રનો ઈતિહાસ

કંચુકીથી બ્રા સુધી: સ્ત્રીઓના ઉપવસ્ત્રનો ઈતિહાસ

bra-history

મોહનજોદડો અને હડપ્પા સંસ્કૃતિથી પણ પૂર્વે સ્ત્રીઓની છાતીનો ઉભાર કદાચ સ્ત્રીઓ માટે શરમની વ્યાખ્યામાં નહોતી આવતી. પુરુષોની જેમ સ્ત્રીઓને પણ ક્યારેય તે ઢાંકવાની આવશ્યક્તા નથી લાગી. આજની કેટલીક દેશીવિદેશી આદિવાસી જાતિઓ તે સમયકાળનું ઉદાહરણ પણ છે. છતાં પણ સ્ત્રી હોવાની આ ઓળખ શરૂઆતથી જ આકર્ષણ અને રોમાંચનો વિષય જરૂર રહી છે. તેને ખુલ્લા, સ્વતંત્ર રાખવાથી, ઢાંકવા અને બ્રાથી વ્યવસ્થિત સજાવવા સુધીની સફર પણ એટલી જ રોમાંચક છે.

૪૦૦૦ વર્ષ પહેલાં મોહનજોદડોના ખોદકામમાં જે અવશેષો મળ્યા છે, તેમાં સ્ત્રીઓએ શરીર પર માત્ર એક જ વસ્ત્ર પહેરેલું હતું. કમરથી નીચે સાથળથી ઉપર સુધી કસીને વીંટાળેલું કપડું અથવા એ જ વસ્ત્રનો એક છેડો ખભા પર નાખેલો હતો, પરંતુ વધુ ને વધુ સાબિતી વક્ષ:સ્થળ ખુલ્લું રાખવાની જ છે. ખભા અને હાથ પર કપડાંનો છેડો નાખવાનો ઈરાદો પણ વક્ષ:સ્થળ ઢાંકવાનો નહોતો.

વૈદિક કાળમાં કમરથી નીચે ઘૂંટણથી ઉપર ખેંચીને બાંધેલી ધોતીની સાથે એક પહોળી પટ્ટી વક્ષ પર બાંધવામાં આવતી હતી અને ધોતી પણ ડિવાઈડેટ સ્કર્ટ જેવી હતી અને છાતીને ઢાંકવાને માટે જે પટ્ટીનો ઉપયોગ થતો હતો તે પણ સાદું અને પાતળું કપડું રહેતું. ક્યાંક ક્યાંક આ પટ્ટી સ્કાર્ફની જેમ ત્રિકોણ આકારમાં પણ બાંધવામાં આવી. ધીરે ધીરે તેને સજાવવા માટે બોર્ડરવાળાં કપડાં, કરચલીઓ વાળેલાં અને ફિલ લગાડેલાં કપડાંનો ઉપયોગ કરવામાં આવતો હતો.

કપડાંને પીઠ તરફ ગાંઠ બાંધીને અલગ અલગ આકારમાં બાંધવામાં આવતાં હતાં. તેને ‘કાંચોલિકા’, ‘કુસ્પસેકા’ અને ‘સ્તનદનસુકા’ કહેવામાં આવતા હતા. કદાચ તેનું જ નાનકડું નામ ‘કંચુકી’ ચલણમાં આવ્યું. વૈદિક કાળ અને પુરાણ કાળની કંચુકીમાં કોઈ ફેરફાર નથી જોવામાં આવ્યો. ઈ.પૂર્વે ૨૦૦૦માં ગ્રીક આયર્લેન્ડની મીનન સ્ત્રીઓ પણ સ્તન ઢાંકવા માટે કપડાં બાંધતી હતી. બૌદ્ધ કાળ સુધી વૈદિક આર્યોના પહેરવેશ પર વિદેશી પહેરવેશની અસર નથી પડી. ભલે તે દેશની બહાર અલગ અલગ જગ્યાએ પ્રસરેલા હતા.

સૌથી પહેલાં ઈસા પૂર્વે ૫૧૬માં પારસી લોકો આવ્યા. તેમની અને ભારતીયઓની મિશ્ર સંસ્કૃતિનો આરંભ થયો. પછી ગ્રીકનો રાજા સિકંદર ભારત આવ્યો. લગભગ ઈ.સ.૫૦૦માં ગ્રીક સ્ત્રીઓએ પ્રથમવાર સ્ટ્રેપવાળી બ્રા પહેરી, જેમાં સ્તનને ઢાંકતી પટ્ટીને નાની નાની પટ્ટીઓ (સ્ટ્રેપ)ની મદદથી ખભા પર લટકાવી દીધી હતી.

ભારતમાં ઈ.પૂ.૩૨૨માં પણ સ્ત્રીઓ ક્યાંક ક્યાંક ગ્રીક સ્ત્રીઓ જેવી બ્રા અર્થાત્ ખભા પર પટ્ટીવાળી કંચુકીનો ઉપયોગ કરવા લાગી હતી. ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યનો વંશકાળ શરૂ થઈ ગયો હતો. એજ કાળની પ્રસિદ્ધ નૃત્યાંગનાઓ આમ્રપાલી અને ચંદ્રલેખા નિકી અને કંચુકી પહેરીને જ નૃત્ય કરતી હતી. (ભલે આ નૃત્યાંગનાઓનો ઈતિહાસમાં ઝાઝો ઉલ્લેખ નથી કરાયો, પરંતુ વાર્તાઓ અને દંતકથાઓમાં તેનું ઘણું વર્ણન મળે છે.)

ઈ.પૂ.૬૫માં રાજા નીરોના દરબારમાં કામ કરનાર એક સ્ત્રી એપિકેરિસ, જે નીરોનું ખૂન કરવામાં નિષ્ફળ રહી, તેણે પોતાની બ્રાના કપડાંને મોં પર ખેંચીને લપેટી લપેટીને આત્મહત્યા કરી લીધી હતી. સાતમી શતાબ્દીમાં ભારતમાં જાટ અને રાજપૂતોનું શાસન હતું. રાજપૂતોએ બારમી શતાબ્દી સુધી રાજ્ય કર્યું હતું. તેમના જ સમયમાં સ્ત્રીઓ કમરથી પગ સુધી ઝૂલતું ઘણું ઢીલું કપડું બાંધતી હતી. સાથે જ કમર પર બેલ્ટની જેમ કપડાની પટ્ટી ખેંચીને બાંધવામાં આવતી હતી. આ પહેરવેશની સાથે સ્ત્રીઓ વક્ષ પર બહુ ઓછાં કપડાંનો પાલવ બાંધતી હતી.

૧૫મી શતાબ્દીની શરૂઆતમાં ગુજરાતની સ્ત્રીઓએ કંચુકીને ચોળી અને એપ્રનનું એક નવું રૂપ આપ્યું. સ્તનોના આકારને અનુરૂપ કપડાં સિવડાવ્યાં અને કપડાને ચોળી અને છાતી પર ટેકવવા માટે દોરીઓ બનાવી. જેને પીઠ અને ગરદનની ઉપરનો ભાગ, હાથ અને સ્તનોની નીચે કમર ઢાંકવા માટે તે જ આકારના એપ્રન બનાવાયા. એપ્રનને આગળથી કમર પર દોરીથી બાંધવામાં આવતાં હતાં. એપ્રનને પછી પીઠ બાજુ કમર સુધી લાંબું બનાવી દેવામાં આવ્યું. ૧૫મી શતાબ્દીના અંતમાં મોગલોનું સામ્રાજ્ય શરૂ થઈ ગયું હતું. તેમણે પડદાપ્રથા શરૂ કરી દીધી. સ્ત્રીઓનું ધ્યાન ચોલીથી દૂર હઠીને ખમીસ, કુરતી, ઓઢણી વગેરેમાં જતું રહ્યું. ચોલીને બધી રીતે ઢાંકી દેવામાં આવી.

ઈ.સ.૧૫૬૦માં ફ્રાન્સમાં લોખંડની બ્રાનો રિવાજ શરૂ થયો. પણ ફ્રાન્સના રાજા હેનરી-૨ની પત્ની કેથરીન ડી મેડીકીએ ભવિષ્યના ૩૫૦ વર્ષ સુધી સ્ટીલની બ્રાને પ્રતિબંધિત જાહેર કરી દીધી, કારણ કે આનાથી અનેક વિકાર આવી જતા હતા. ૧૯મી શતાબ્દી સુધી ભારતમાં સ્ત્રીઓ ઘરે જ તૈયાર કરેલી ચોલી પહેરતી હતી. પણ હવે દોરીઓના બદલે પહોળી પટ્ટી અથવા કપડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. ઈ.સ.૧૮૫૦ થી ૧૮૭૦માં અમેરિકાના બોસ્ટન રાજ્યમાં કેટલીક સ્ત્રીઓએ બ્રા પહેરવાનો જ ઈનકાર કરી દીધો.

ઈ.સ.૧૯૧૩માં ન્યૂયોર્કના મેરી ફેલપ જેકબે પોતાની નોકરાણી માટે બે રૂમાલોને જોડીને બ્રા બનાવી, જે ખૂબ પ્રિય બની ગઈ. ઈ.સ.૧૯૧૪માં જેકબે ‘કેયરસી’ નામથી બેકલેસ બ્રાનું નામ પેટન્ટ કરાવ્યું. પછીથી તેમણે પોતાની પેટન્ટ એક બ્રા બનાવતી મોટી કંપની ‘વોર્નર બ્રધર્સ’ને વેચી દીધી. જેણે ૩૦ વર્ષમાં એક કરોડ ૫૦ લાખ ડોલર માત્ર બ્રા વેચીને રળ્યા. ઈ.સ.૧૯૧૪ અને ૧૯૧૮માં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. સ્ત્રીઓ ધાતુની પણ બ્રા પહેરતી હતી. ઈ.સ.૧૯૧૭માં અમેરિકાના યુદ્ધ ઉદ્યોગ બોર્ડે સ્ત્રીઓને ધાતુની બ્રા પહેરવાની મનાઈ કરી દીધી. જ્યારે બધી બ્રાની ધાતુ ભેગી કરવામાં આવી તો જણાયું કે એટલી બધી માત્રાનો (૨૮,૦૦૦ ટન) ધાતુથી બે યુદ્ધ જહાજ તૈયાર કરી શકાય છે.

ઈ.સ.૧૯૩૬ થી પહેલાં ચોલીને અંગ્રેજી નામ બ્રેઝરી કહેવામાં આવતું હતું. ૧૯૩૬માં તેને ‘બ્રા’ નામ આપવામાં આવ્યું. ઈ.સ.૧૯૫૦માં ફેશનેબલ રીતે સુંદર આકાર આપીને પહેલીવાર બ્રા તૈયાર કરવામાં આવી હતી. જેવી કે આજકાલ બજારોમાં મળે છે. ઈ.સ.૧૯૫૨માં પ્રથમવાર પેડવાળી બ્રા તેને ગુપ્ત બ્રા પણ કહે છે, બનાવવામાં આવી. બ્રા નાના આકારના સ્તનવાળી સ્ત્રીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી હતી. આ બ્રાથી સ્તનનો આકાર મોટો દેખાવા લાગે છે.

ઈ.સ.૧૯૬૮ના દોરમાં ભારતમાં ચામડાની કુપ્પીના આકારના કપડાની કઠણ બ્રાનું ચલણ ચાલ્યું હતું. આ બ્રામાં ખભા પર કપડાની જ પટ્ટીઓ લગાડવામાં આવતી હતી. ઈ.સ.૧૯૮૭માં મેડોના આ કુપ્પી જેવા આકારની ટોપ અને બ્રા પહેરીને લોકોની વચ્ચે આવી, જેણે આ આકારને હિટ બનાવી દીધો.

ઈ.સ.૧૯૮૭ પછી બ્રાના કાપડમાં વેરાઈટી આવી. નાઈલોન, સુતરાઉ, જાલીદાર, દૂધ પિવડાવનાર માતાઓ માટે નિપલના ક્લેપ ખૂલે તેવી, સ્ટ્રેપલેસ અને હવે પાતળી બારીક ઝીણી ઈલાસ્ટિક અને દોરીવાળી, દરેક રંગની બ્રાની ફેશન આવી. સાથે જ ખભાની દોરીઓની ડિઝાઈન પણ બદલાઈ. આજે કોઈ પણ પ્રસિદ્ધ બ્રાન્ડની બ્રા મેચિંગ પેન્ટીની સાથે મળી જાય છે. જેને દેખીને પ્રાચીન સમયની યાદ નથી આવતી. પણ હા, ગુજરાત અને રાજસ્થાનની વણઝારણો આજે પણ ચોલી અને એપ્રનની પરંપરાગતમાં જોવા મળી જશે.

READ ALSO

Related posts

કમલનાથે સરકાર બચાવવા માટે લીધું આ મોટું પગલું

Kaushik Bavishi

કોંગ્રેસને મળેલી કારમી હાર બાદ થશે મોટો ફેરફાર, અહેમદ પટેલને સોંપાઈ શકે છે આ પદ

Mayur

PM મોદી જે ગુફામાં રોકાયા હતા ત્યાં તમામ પ્રકારની છે સુવિધા! રહેવામાં તકલીફ ન પડે, ફક્ત આટલું જ છે ભાડુ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!