GSTV
Surat Trending ગુજરાત

છ વર્ષ પૂર્વે કામરેજ તાલુકાના સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી થયેલા નવજાતને શોધી કાઢવામાં કામરેજ પોલીસને મળી સફળતા

  છ વર્ષ પૂર્વે કામરેજ તાલુકાના કઠોર સામુહિક આરોગ્ય કેન્દ્રમાંથી ચોરી થયેલા નવજાતને શોધી કાઢવામાં કામરેજ પોલીસને સફળતા હાથ લાગી છે. પોલીસે આ ગુનામાં મહિલા સહિત ત્રણ આરોપીઓની ધરપકડ કરી બાળકનો કબ્જો મેળવ્યો છે. 

પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો

સુરત જિલ્લાના  કામરેજની કઠોર સી.એચ.સી.માં ડિલિવરી માટે આવેલી સૂફીયાના મોહમ્મદ અલી યુસુફભાઈ અન્સારી એ એક પુત્રને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન રાત્રીના એક વાગ્યાના સુમારે રસી આપવાના બહાને ડૉક્ટરના વેશમાં આવેલો ઇસમ બાળકનું અપહરણ કરી નાસી છૂટ્યો હતો. આ અંગે જે તે સમયે કામરેજ પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો. શોધખોળ છતાં તે સમયે બાળકનો પત્તો લાગ્યો ન હતો.

પોલીસને બાતમી મળી

વર્ષોની તપાસ દરમીયાન પોલીસને બાતમી મળી હતી. કઠોર સી.એચ.સી.માંથી 2017માં નવજાત બાળકનું અપહરણ કરનાર ઈસમો હાલ મીયાગામ કરજણ ખાતે 108 એમ્બ્યુલન્સ પર ડૉક્ટર તરીકે ફરજ બજાવે છે. જે બાતમીના આધારે પોલીસે મિયાગામ કરજણ જઈ આરોપીઓને પકડી લાવી 6 વર્ષના બાળકનો કબ્જો મેળવ્યો હતો.

READ ALSO

Related posts

Smart TV/ દિવાલ ઉપર ટિંગાળેલું સ્માર્ટ ટીવી ઘરમાં કરી રહ્યું છે જાસૂસી, બચવું હોય તો તાત્કાલિક આ સેટિંગ્સ કરી દો બંધ

HARSHAD PATEL

શું વિકાસની ફક્ત ગુલબાંગો? ગુજરાતના 23 જિલ્લાઓેમાં ગરીબી રેખા નીચે જીવતા પરિવારોમાં થયો વધારો, અત્યાધુનિક ગુજરાતની વાતો પાંગળી

pratikshah

Women’s Health/ હાર્ટ એટેક અને મેનોપોઝના લક્ષણોમાં ના રહેશો બેદરકાર, નજરઅંદાજ કરવું ભારે પડશે

Siddhi Sheth
GSTV