GSTV

મધ્યપ્રદેશમાં જુડવા બાળકોની હત્યા મામલે શિવરાજે કમલનાથ સરકાર પર કર્યા પ્રહાર

Last Updated on February 25, 2019 by Mayur

મધ્ય પ્રદેશના ચિત્રકૂટમાં જુડવા બાળકના અપહરણ બાદ હત્યા કરી દેવામાં આવતા કમલનાથની સરકાર વિરોધીઓના નિશાને આવી. એમપીના પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણે આ મામલે સીબીઆઈ તપાસની માગ કરી છે. શિવરાજસિંહે પીડિત પરિવાર સાથે મુલાકાત કર્યા બાદ જણાવ્યુ કે, હત્યાની ઘટના અંગે કેટલીક શંકાઓ ઉપજી રહી છે.

સરકારે આ મામલે તપાસ કરાવવી જોઈએ. હત્યાની ઘટનાના સમાચાર મળતાની સાથે ચિત્રકૂટમાં હિંસા ફેલાઈ હતી. જેથી અહીં કમલ 144 લાગુ કરી દેવામાં આવી હતી. ગત દિવસે કેટલાક અજાણ્યા શખ્સોએ ખંડણીની માગ સાથે સ્કૂલ બસમાંથી બંદૂકની અણીએ જુડવા બાળકોનુ અપહરણ કર્યુ હતુ. બાદમાં તેની હત્યા કરી દેવામાં આવી.

પોલીસે આ મામલે અત્યાર સુધીમાં છ લોકોની ધરપકડ કરી છે. જેમા બજરંગદળના એક શખ્સની પણ ધરપકડ કરવામાં આવી છે. બન્ને બાળકનું અપહરણ 12 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવ્યુ હતુ. મળતી માહિતી મુજબ બાળકોનું અપહરણ કરીને 50 લાખ રૂપિયાની ખંડણી માગવામાં આવી હતી. જે બાદ બાળકના પિતાએ 20 લાખ રૂપિયાની ચુકવણી પણ કરી હતી. પરંતુ શનિવારે રાત્રે બન્ને બાળકના મૃતદેહ યુપીના બાંદામાંથી પસાર થતી યમુના નદીમાંથી મળી આવ્યા હતા.

READ ALSO

Related posts

ક્વાડ પર અકળાયું ચીન, કહ્યું: સમયની વિરુદ્ધમાં છે આવા સમૂહોનું ગઠન, તેમને નહિ મળે સમર્થન

Pritesh Mehta

મોંઘા ફેશિયલ નહિ પણ આ સામાન્ય એવી વસ્તુ રાખશે તમારા ચહેરાને લાંબો સમય યુવાન, એકવાર કરો ટ્રાય અને નજરે જુઓ પરિણામ

Zainul Ansari

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!