GSTV
World

Cases
5409909
Active
7551514
Recoverd
583965
Death
INDIA

Cases
331846
Active
612815
Recoverd
24915
Death

ફ્લોર ટેસ્ટ પહેલાં જ મુખ્યપ્રધાન પદેથી કમલનાથનું રાજીનામું

kamalnath

ફ્લોર ટેસ્ટ (floor test) પહેલાં જ મધ્યપ્રદેશ (Madhya Pradesh)ના મુખ્યપ્રધાન પદેથી કમલનાથે (Kamalnath) રાજીનામું આપી દીધું છે. આ પહેલાં કમલનાથે મીડિયા સાથે વાતચીત કરી હતી જેમાં તેમણે ભાજપ પર તોડજોડનો મુદ્દો ઉઠાવી આકરા પ્રહાર કર્યા હતા.

આજે કમલનાથ (Kamalnath)ની સરકારનો એસિડ ટેસ્ટ છે. ત્યારે કમલનાથે ભાજપ (BJP)ની સરકાર પર તોડજોડનો આરોપ લગાવ્યો હતો. આ વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે બાર વાગ્યે મુખ્યમંત્રી નિવાસ પર પ્રેસ કોન્ફરન્સ કરી છે. કમલનાથે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, ભાજપે અત્યાર સુધીમાં અમારા 22 ધારાસભ્યો (MLA)ને બંધક બનાવ્યા છે અને આ સમગ્ર દેશ કહી રહ્યું છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરી ખેલ ખેલવામાં આવી રહ્યો છે.

કમલનાથે કહ્યું કે, જેની સત્યતા થોડા જ સમયમાં સામે આવી જશે. અમે ત્રણ વખત વિધાનસભામાં બહુમત સાબિત કર્યું છે. બીજેપી તરફથી જનતાનો વિશ્વાસઘાત કરવામાં આવી રહ્યો છે. લોકતાંત્રિક મૂલ્યોની હત્યા કરવામાં આવી રહી છે. જનતા તેમને કોઈ દિવસ માફ નહીં કરે.

આજે થશે વિશેષ બેઠક

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર મધ્યપ્રેદશ વિધાનસભાની વિશેષ બેઠક આજે બે વાગે થશે. જેનો એક માત્ર એજન્ડા કમલનાથ સરકારને વિશ્વાસ મત દ્વારા બહુમતી સાબિત કરવાનો મોકો આપવામાં આવશે. માનવમાં આવી રહ્યું છે કે તેની સાથે રાજ્યમાં પાછલા 15 દિવસોથી વધુ સમયથી ચાલી રહેલા રાજકીય સંકટનું સમાધાન આવી જશે અને કમલનાથ સરકારનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે.

5 મહિનાઓમાં મારી શું ભૂલ

કમલનાથે પોતાના વિશ્વાસ અને કાર્યકાળ અંગે વાત કરતા કહ્યું હતું કે, 11 ડિસેમ્બર 2018ના રોજ વિધાનસભાનું પરિણામ આવ્યું હતું. જેમાં કોંગ્રેસે સૌથી વધુ સીટો પ્રાપ્ત કરી હતી. 17 ડિસેમ્બરના રોજ મેં શપથ ગ્રહણ કર્યા હતા. 25 ડિસેમ્બરે મંત્રીમંડળનું નિર્માણ કર્યું. આજે 20 માર્ચ છે. આ સમયે અમારો પ્રયત્ન પ્રદેશની છબી બદલવાનો છે. 15 મહિનાઓમાં મારી શું ભૂલ હતી. મારા રાજનીતિક જીવનમાં મેં હંમેશાં કામ પર વિશ્વાસ રાખ્યો છે.

આજે ફ્લોર ટેસ્ટ

સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષ એન પી પ્રજાપતિને આજે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાના નિર્દેશ આપ્યા છે અને આજે સાંજે પાંચ વાગ્યા સુધીમાં વિશ્વાસ મત મેળવી લેવાનો પણ આદેશ આપ્યો છે. ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડના નેતૃત્ત્વવાળી ખંડપીઠે વિધાનસભા અધ્યક્ષને વિશ્વાસ મતની પ્રક્રિયાનો વીડિયો રેકોર્ડિંગ અને શક્ય હોય તો લાઇવ સ્ટ્રિમિંગ કરવાના પણ નિર્દેશ આપ્યા છે.

મધ્યપ્રદેશ અને કર્ણાટકની પોલીસ સુરક્ષા આપે

ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડ ઉપરાંત ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની બનેલી આ ખંડપીઠે નિર્દેશ આપ્યા છે કે જો કોંગ્રેસના ૧૬ બળવાખોર ધારાસભ્યો વિધાનસભામાં વિશ્વાસ મતની પ્રક્રિયામાં ભાગ લેવા માગતા હોય તો તેમને મધ્ય પ્રદેશ અને કર્ણાટકના પોલીસ તેમને સુરક્ષા પૂરી પાડે.

અધ્યક્ષે પ્રસ્તાવ ફગાવ્યો

રાજ્યના વિધાનસભા સચિવને કાયદો અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે વિધાનસભા અધ્યક્ષને સલાહ આપી હતી કે તે વીડિયો લિંક દ્વારા કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો સાથે વાતચીત કરે અથવા કોર્ટ ઓબ્ઝર્વરની નિમણૂંક કરે. જો કે મધ્ય પ્રદેશ વિધાનસભા અધ્યક્ષે આ પ્રસ્તાવને ફગાવી દીધો છે.

નિશ્ચિત મર્યાદામાં વિશ્વાસમત લેવાનો આદેશ

વિધાનસભા અધ્યક્ષ વતી હાજર રહેલા વકીલ એ એમ સિંઘવીએ જણાવ્યું હતું કે કોર્ટે વિધાનસભા અધ્યક્ષને નિશ્ચિત સમય મર્યાદામાં વિશ્વાસ મત લેવાનો આદેશ આપ્યો છે જે બંધારણની દ્રષ્ટિએ સમસ્યારૂપ છે. આ દરમિયાન મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને ખંડપીઠને જણાવ્યું હતું કે કમલનાથને બદલે વિધાનસભા અધ્યક્ષ કોર્ટમાં રાજકીય લડાઇનું નેતૃત્ત્વ કરી રહ્યાં છે.

કોણ કોણ રહ્યું હતું હાજર ?

કમલનાથ વતી કપિલ સિબલ, વિધાનસભા અધ્યક્ષ વતી એ એમ સિંઘવી અને રાજ્ય સરકાર વતી વિવેક તન્ખા વકીલ તરીકે હાજર રહ્યાં હતાં. બીજી તરફ મધ્ય પ્રદેશના રાજ્યપાલ સોલિસિટર જનરલ તુષાર મહેતા તથા શિવરાજ સિંહ ચૌહાણ અને કોંગ્રેસના બળવાખોર ધારાસભ્યો વતી મનિન્દર સિંહ વકીલ તરીકે હાજર રહ્યાં હતાં.

Read Also

Related posts

65 વર્ષના મતદાતાઓને હવે આ નહીં મળે સુવિધા, ચૂંટણીપંચે પાછો ખેંચ્યો નિર્ણય

Mansi Patel

ગુજરાતમાં જુલાઈમાં કોરોના વકર્યો, 15 દિવસમાં 12 હજાર કેસ : 25 જિલ્લામાં પહોંચ્યું સંક્રમણ

Nilesh Jethva

દેશમાં આ 2 રાજ્યોની સ્થિતિ બગડી : તમે રહેતા હો કે સંબંધી હોય તો કહેજો સાવચેતી રાખે, 10 લાખને આંક પાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!