GSTV

Bollywood / કામસૂત્ર ફેમ આ અભિનેત્રીએ કર્યો એક નવો ખુલાસો, શિલ્પા આવી ફરી શંકાના ઘેરામાં

શિલ્પા

Last Updated on September 17, 2021 by Zainul Ansari

રાજ કુંદ્રાની 19 જુલાઈના રોજ અન્ય 11 લોકો સાથે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ ધરપકડ કરેલી ચાર્જશીટમાં શિલ્પા શેટ્ટીનું નિવેદન પણ હતુ. આ નિવેદન પાયે એક અભિનેત્રીને ખુબ જ આશ્ચર્ય થયું અને તેણે શિલ્પા શેટ્ટીના આ નિવેદન પર એક વિચિત્ર પ્રતિક્રિયા આપી. તો ચાલો જાણીએ શું હતી આ પ્રતિક્રિયા..?

1500 પાનાની ચાર્ટશીટ દાખલ :

ઉદ્યોગપતિ રાજ કુંદ્રા સામે અશ્લીલ ફિલ્મો બનાવવા બદલ કેસ નોંધાયો છે. આ કેસમાં મુંબઈ પોલીસે 1500 પાનાની ચાર્ટશીટ રજૂ કરી છે. આ લાંબી ચાર્જશીટમાં રાજ કુન્દ્રાની પત્ની, અભિનેત્રી શિલ્પા શેટ્ટી અને શર્લિન સહિત ૪૩ સાક્ષીઓના નિવેદનો શામેલ છે પરંતુ, આ ચાર્જશીટમાં શામેલ શિલ્પાના નિવેદન પર ‘કામસૂત્ર’ ફેમની શર્લિન ચોપરા હસી રહી છે.

શર્લિને આપ્યું વિચિત્ર સ્ટેટમેન્ટ :

શર્લિન ચોપરાએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તેમણે શિલ્પા શેટ્ટીને ‘દીદી’ તરીકે સંબોધન કર્યું હતુ અને શિલ્પાના નિવેદન પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ” દીદી એડા બનકર પેડા ખાના ચાહતી હૈ” શર્લિને જણાવ્યું કે, તે ફક્ત એક રમત રમી રહી છે, રાજ કુન્દ્રાએ ખોટી રીતે કમાયેલા પૈસાનો હાલ તે ભરપૂર આનંદ માણી રહી છે.”

લોકો છે સમજદાર :

શર્લિન ચોપરાએ ઉમેર્યું હતું કે, ‘કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર દીદી એમ કહી રહી છે કે , તેને તેના પતિના આ નાપાક કૃત્યોની જાણ નહોતી. દીદી એમ પણ કહી રહી છે કે તેને તેના પતિની જંગમ અને સ્થાવર સંપત્તિ વિશે જાણ પણ નથી. આ બધી વાતો કેટલી સાચી છે? તે તમે લોકો જાતે જ સમજી શકો છો.”

તેણે પોતાની ચર્ચા આગળ વધારતા જણાવ્યું કે, દીદી ઢોંગ કરીને હાલ બધી જ સુખ-સુવિધાઓનો લાભ ઉઠાવી રહી છે અને બીજી તરફ લોકોની સાંત્વના પણ મેળવી રહી છે. શર્લિન દ્વારા આપવામાં આવેલું આ સ્ટેટમેન્ટ સ્પષ્ટપણે જાહેર કરે છે કે, આ બધી જ બાબતો સાથે શિલ્પા પણ આડકતરી રીતે જોડાયેલી છે. શર્લિને પોલીસ સામે આપેલા સ્ટેટમેન્ટમાં પણ શિલ્પાનું નામ વિશેષ રૂપથી લીધેલું છે.

Read Also

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari

અલર્ટ / કોરોના વાઈરસના AY.4.2 વેરિએન્ટને લઇ ભારત સતર્ક, આરોગ્ય મંત્રીએ કહ્યું- ચાલી રહી છે તપાસ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!