GSTV
Home » News » રાહુલ ગાંધીએ વચન પૂરું કર્યુઃ કમલનાથના આ એક હસ્તાક્ષર ભાજપની ઊંઘ હરામ કરી દેશે

રાહુલ ગાંધીએ વચન પૂરું કર્યુઃ કમલનાથના આ એક હસ્તાક્ષર ભાજપની ઊંઘ હરામ કરી દેશે

મધ્યપ્રદેશના 18માં મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરતાની સાથે જ કમલનાથે જનતાને કરેલા વાયદાને પૂર્ણ કરવાની દિશામાં પહેલું પગલું ભર્યું છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે વાયદો કર્યો હતો કે સત્તા પર આવશે તો ખેડૂતોનો કર્ઝ માફ કરશે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ પણ સભાઓ સંબોધતા જનતાને એ વિશ્વાસ અપાવ્યો હતો કે કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ તમામ વાયદાઓ પૂર્ણ કરશે. જેમાં ખેડૂતોના કર્ઝની પણ વાત હતી. જેને રાહુલ ગાંધીએ માત્ર 10 દિવસમાં પૂર્ણ કરવાની વાત કરી હતી.

ત્યારે આજે ખુરશી સંભાળતા જ કમલનાથે પહેલો મોટો નિર્ણય લઇ લીધો છે. તેમણે સીએમની ખુરશી પર બેસતાની સાથે જ પહેલી ફાઇલ ખેડૂતોના કર્ઝ પરની હાથમાં લઇ તેને માફ કરી દીધું છે. જેના કારણે ખેડૂતોને બે લાખ રૂપિયા સુધીની કર્ઝ માફી થશે.

ઉલ્લેખનીય છે કે ભાજપની છત્તીસગઢ અને મધ્યપ્રદેશ જેવા બે રાજ્યોમાં 15 વર્ષથી સત્તા હતી. જ્યાં ખેડૂતોની સ્થિતિ ખૂબ કથળેલી હતી. આ કથળેલી સ્થિતિને સુધારવા માટે કોંગ્રેસે ખેડૂતોને ટાર્ગેટ બનાવ્યા હતા. કારણ કે ભાજપના રાજમાં ખેડૂતોની સ્થિતિ કફોડી થઇ હતી. કોંગ્રેસ પર આશા રાખી ખેડૂતોએ તેમને વોટ આપ્યા અને આજે કોંગ્રેસની સરકારે તેમના વચનને પણ પૂર્ણ કર્યું.

આ સાથે જ ભાજપની લોકસભા ચૂંટણી જીતવાની આશા પર ફરી એક વખત પાણી ફરી વળતુ દેખાઇ રહ્યું છે. ભાજપ માટે આ પાંચ રાજ્યોની ચૂંટણી 2019ના સેમિફાઇનલ સમાન હતી, પણ હવે સત્તા પર કોંગ્રેસ આવતા અને તમામ વાયદાઓ પૂર્ણ કરવા લાગતા ભાજપ માટે દિલ્હી દૂર જેવી સ્થિતિ ઉતપન્ન થઇ છે. ત્યારે આગામી સમયમાં કોંગ્રેસના આ માસ્ટરસ્ટ્રોક સામે ભાજપ કયો પ્લાન ઘડશે તે જોવું રહ્યું.

આજે લીધા કમલનાથે

મધ્ય પ્રદેશના 18માં મુખ્ય પ્રધાન પદે કમલનાથે શપથગ્રહણ કર્યા છે. ભોપાલના જમ્બૂરી મેદાનમાં આયોજિત શપથગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આનંદીબહેન પટેલે કમલનાથને ગુપ્તતાના શપથગ્રહણ કરાવ્યા છે. શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજસિંહ ચૌહાણ, રાજસ્થાનના સીએમ અશોક ગહેલોત, નાયબ મુખ્ય પ્રધાન સચિન પાયલટ હાજર રહ્યા હતા. આ ઉપરાંત એનસીપી અધ્યક્ષ શરદ પવાર, દિગ્વિજયસિંહ, શરદ યાદવ, એમ.કે. સ્ટાલિન. કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ, એનસી અધ્યક્ષ, ફારૂખ અબ્દુલ્લા સહિતના નેતાઓએ હાજરી આપી હતી.

Related posts

દેશનું નામ રોશન કરવાવાળ રોહન બોપન્ના અને સ્મૃતિ મંધનાને મળ્યો અર્જુન એવોર્ડ

Path Shah

13 લાખ લોકો Area-51 પર કરશે રેડ, ખુલશે મોટો રાઝ કે અમેરિકા પાસે ALIEN છે કે નહી..

Path Shah

હા મા હા કહેનારા I.A.S અધિકારીઓને નિવૃત્તિ પછી મહત્વની પોસ્ટ અપાઈ છે: વિધાનસભામાં કોંગ્રેસની બેટીંગ

Riyaz Parmar
Do NOT follow this link or you will be banned from the site!