GSTV

દુનિયાની સૌથી ખર્ચાળ મહિલા : સ્નાન કરવાનો ખર્ચ એક કરોડ પાર

Last Updated on April 25, 2018 by Mayur

કહેવાય છે કે માણસ માત્ર શોખને પાત્ર. કહેવત હવે બદલવી પડી છે, જેની પાછળનું કારણ છે એક મહિલા. આ મહિલાનું નામ છે કમાલિયા ઝહૂર અને તેને શોખ છે સ્નાન કરવાનો. કમાલિયા યુક્રેનની ફેમસ સિંગર મોડેલ અને ટેલિવિઝન પર્સનાલિટી છે. મોટાભાગે લોકોને ફરવાથી લઈને ખાવા પીવાનો શોખ હોય છે, પણ આ મહિલાને નહાવાનો શોખ છે, જો તમે વિચારતા હો કે, આ મહિલાને સ્નાન કરવાનો શોખ છે, તો તેમાં શું અજબ ગજબ છે ?

પણ હકિકત પરથી પડદો હવે હટે છે. આ મહિલા શેમ્પેનથી સ્નાન કરે છે. પાકિસ્તાની મૂળની બ્રિટિશ રહેવાસી કમાલિયા શેમ્પેનથી સ્નાન કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ કરી નાખે છે. માત્ર સ્નાન કરવાનો નહીં, પરંતુ આ મહિલાને ગીતો ગાવનો પણ શોખ છે, જ્યારે વાત કરીએ કમાલિયાના સ્નાનની તો એક શેમ્પેનની બોટલ જેનાથી તે સ્નાન કરે છે, તેની કિંમત 5000 રૂપિયા છે. અને એક દિવસમાં 20-30 બોટલનો ઉપયોગ કરે છે. અને આજ કારણ છે કે, મહિનામાં જ તેના સ્નાન કરવાનો ખર્ચ કરોડો રૂપિયાને પાર પહોંચી જાય છે.

તેના બાથ સિવાય તેની લાઈફ સ્ટાઈલ પર નજર કરવામાં આવે તો કમાલિયાની આજુબાજુ સેવા કરવા માટે 22 નોકરોની ફોજ ખડે પગે હોય છે. જેની ઉપર એક્સટ્રા 1થી2 કરોડનો ખર્ચ થઈ જાય છે.આ સિવાય તેના આભૂષણોમાં 40 લાખની ઘડિયાલ, 4 લાખના ચશ્મા અને રહેવા માટે 10 ઘર અને પ્રાઈવેટ જેટ સાથે 5 મિલિયન યુરોની યોટ પણ તેની પાસે છે.

તો 20 લાખના પગરખા અને તેનો પર્સ 90 લાખ રૂપિયાનો છે. દુનિયાની સૌથી મોંઘી હોટેલોમાંની એક ગણાતી પેરિસની ઈંપેરિયલ રિટ્ઝમાં તેને રોકાવાનો શોખ છે, જેનું એક રાતનું ભાડુ 20 લાખ રૂપિયા આંકવામાં આવે છે. કમાતી મહિલાઓ તો તમે જોઈ હશે, પણ આ દુનિયામાં સૌથી વધુ ખર્ચ કરનારી મહિલા તરીકે નામચીન છે.

Related posts

10 કરોડમાં વેચાયો હતો આ 1 રૂપિયાનો સિક્કો, જો તમારી પાસે પણ છે આવા સિક્કા તો બની શકો છો કરોડપતિ

Damini Patel

વ્યક્તિએ છાતી પર ફટાકડા મૂકી લગાવી દીધી આગ પછી થયો ધમાકો, વિડીયો જોઈ ઉડી જશે હોશ

Damini Patel

Dark circles/ આંખ નીચે બનેલ ડાર્ક સર્કલ અને પિમ્પલ્સનો ઈલાજ છે બટાકા, બસ આ રીતે કરવાનો રહેશે ઉપયોગ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!