GSTV
News World ટોપ સ્ટોરી

કમલા હેરિસે કર્યું ચોંકાવનારું નિવેદન, Corona રસી માટે ટ્રમ્પના ભરોસે ન બેસી શકાય

ડેમોક્રેટિક ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસે શનિવારે કહ્યુ કે તેઓ Corona વાઈરસ વેક્સિન માટે માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ રાખશે નહીં. તેમણે કહ્યુ કે તેઓ જેના વિશે વાત કરી રહ્યા છે તે એક વિશ્વસનીય સ્ત્રોત હોવો જોઈએ જે પ્રભાવકારિતા અને વિશ્વસનીયની વાત કરે. નહીંતર હુ તેમની વાત પર વિશ્વાસ કરીશ નહીં.

Kamala Harris on Corona Vaccine

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં Corona વેક્સીન મુદ્દો

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા Corona વેક્સિનને મંજૂર અને વિતરણ કરવી જોઈએ જે અમારી માટે મુદ્દો બનવા જઈ રહ્યો છે. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ પદની ચૂંટણી થવાની છે, એવામાં ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર એક-બીજા પર નિશાન સાધવામાં લાગેલા છે.

તેમને રાષ્ટ્રપતિ પદની સમજ નથી: કમલા હેરિસ

તાજેતરમાં જ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન અને કમલા હેરિસે રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર નિશાન સાધતા કહ્યુ હતુ કે તેમને રાષ્ટ્રપતિ પદની સમજ નથી. જો બિડેને અમેરિકામાં વધી રહેલા કોરોના કેસને લઈને ટ્રમ્પને ઘેર્યા.

નસ્લવાદ વિરોધી પ્રદર્શનોને લઈને ટ્રમ્પની કરી ટીકા

તેમણે કહ્યુ દેશમાં કોવિડ-19 ના વધતા કેસ પાછળનુ કારણ ટ્રમ્પનો સાચા સમય પર નિર્ણય લેવો નથી. સાથે જ તેમણે કહ્યુ, ટ્રમ્પ દેશમાં થઈ રહેલા પ્રદર્શનો માટે પણ જવાબદાર છે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ટ્રમ્પની કોરોના સ્થિતિને સંભાળવા અને નસ્લવાદ વિરોધી પ્રદર્શનોને લઈને તેમની પ્રતિક્રિયાની કડક આલોચના કરી છે. 

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

દિલ્હી / એશિયાની સૌથી મોટી કાપડ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, લાખો રૂપિયાનો માલ સામાન બળીને ખાખ

Hardik Hingu

મોટી દુર્ઘટના ટળી / હરિયાણામાં રાવણનું સળગતું પૂતળું ભીડ પર પડ્યું, 7 લોકો દાઝ્યા

Hardik Hingu

અમદાવાદ / પનીરમાંથી નીકળી જીવાત, હોટેલ દેવ પેલેસ સહીત ત્રણ એકમો સીલ

Hemal Vegda
GSTV