GSTV

કમલા હૈરિસની ભત્રીજીની દેવી દુર્ગાવાળા ટ્વીટને લઈને અમેરિકામાં વિવાદ, ટ્વીટ કર્યું ડિલીટ

અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણીના પ્રચારના ગરમાવા વચ્ચે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કમલા હેરિસને મા દુર્ગા તરીકે દર્શાવતા ભારે વિવાદ સર્જાયો છે. ભારતીય મૂળના કમલા હેરિસની ભત્રીજી મીના હેરિસે આ ટ્વિટ કર્યા બાદ હિન્દુ સમુદાયે કમલા હેરિસની સરખામણી મા દુર્ગા સાથે કરવા બદલ માફીની માંગણી કરી છે.

જો કે વિવાદ વધતા કમલા હેરિસની ભત્રીજીએ ટ્વિટ ડિલિટ કરી નાંખ્યુ છે. ટ્વિટ કરનાર મીના હેરિસ વ્યવસાયે વકીલ છે અને એક એનજીઓની ફાઉન્ડર પણ છે. આ ટ્વિટમાં કમલા હેરિસને મા દુર્ગાના સ્વરૂપમાં ટ્રમ્પનો વધ કરતા દર્શાવાયા હતા.

જેની સામે હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને કહ્યું હતુ કે મા દુર્ગાના ફોટામાં કોઈ બીજાનો ચહેરો લગાવવાની હરકતથી હિન્દુ સમાજની ધાર્મિક લાગણી દુભાઈ છે. બીજી તરફ હિન્દુ અમેરિકન પોલિટિકલ એક્શન કમિટિનુ માનવુ છે કે મીના હેરિસે જાતે આ તસવીર બનાવીને ટ્વિટ નથી કર્યુ પણ આ તસવીર પહેલેથી જ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. જેને મીના હેરિસે ટ્વિટ કરી હતી. પરંતુ આપણી ધાર્મિક ફોટાનો ઉપયોગ અમેરિકાના પોલિટિક્સમાં થવો જોઈએ નહી.

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!