ભારતીય મૂળના ડેમોક્રેટ અમેરિકન સેનેટર કમલા હેરિસે આગામી વર્ષ 2020માં યોજાનારી રાષ્ટ્રપતિ ચૂંટણીમાંથી તેમનું નામ પરત ખેંચી લીધું છે. કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. કમલા હેરિસે આ બાબતની સત્તાવાર જાહેરાત કરતા કહ્યું કે હું દુખ સાથે કહેવા માંગુ છું કે મેં રાષ્ટ્રપતિની ચૂંટણી લડવાનો પ્લાન રદ કરી દીધો છે. ચૂંટણી લડવા માટે ઘણાં પૈસાની જરૂર હોય છે અને હું અબજોપતિ નથી.

કમલાએ એવું પણ કહ્યું છે કે ભલે હું રાષ્ટ્રપતિની ચૂંટણી ન લડવાની હોઉં પણ લોકોને ન્યાય અપાવવાની લડાઈ હંમેશા લડતી રહીશ. બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કમલાના આ નિર્ણય પર કટાક્ષ કરતા કહ્યું કે કમલા અમે તમને મિસ કરીશું. જેના જવાબમાં કમલાએ કહ્યું કે કોઈ વાંધો નહીં મિસ્ટર પ્રેસિડન્ટ તમારી ઉપર ચાલી રહેલા મહાભિયોગની સુનાવણી દરમિયાન હું તમને જવાબ આપીશ. હું ભલે ચૂંટણી ન લડુ પરંતુ તમને હરાવવા માટે હંમેશા કામ કરતી રહીશ.

કમલાએ એક વીડિયો મેસેજ ટ્વિટર પર શેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણી લડવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી. આ વિશે નિર્ણય કરતા પહેલાં મેં દરેક દ્રષ્ટિકોણથી વિચાર કર્યો છે. છેલ્લાં કેટલાક દિવસો પછી હું મારા જીવનના સૌથી મુશ્કેલ નિર્ણય સુધી પહોંચી છું.
READ ALSO
- સુરત / મનપાના અધિકારીઓ સામે ભાજપના ધારાસભ્ય કાનાણી લાલઘુમ, જન આંદોલનની ચીમકી ઉચ્ચારી
- 5 પોલીસકર્મીઓએ એક અશ્વેત યુવકને મારીને હત્યા કરી, સમગ્ર અમેરિકામાં વિરોધ પ્રદર્શન, જ્યોર્જ ફ્લોયડની યાદો તાજી…
- Viral Video/ આ પ્રકારની કાર ડ્રાઇવિંગ નહિ જોઇ હોય તમે, લોકો બોલ્યા આ તો હેવી ડ્રાઇવર નીકળ્યો
- IND vs NZ 1st T20: ન્યુઝીલેન્ડના કેપ્ટનને જીતની આશા નહોતી ! ભારતને હરાવીને આ મોટી વાત કહી
- egypt/ ખોદકામ દરમિયાન મળ્યું 4300 વર્ષ જૂનું મમી, પથ્થરથી બનેલા કોફીનમાં દફનાવવામાં આવ્યું હતું