GSTV
World

Cases
7066882
Active
12271724
Recoverd
735674
Death
INDIA

Cases
639929
Active
1583489
Recoverd
45257
Death

કમલનાથે હટાવી સંધ કાર્યાલયની સુરક્ષા, RSSના સમર્થનમાં આવ્યા દિગ્વિજય બોલ્યા કે…

રાજ્યસભા

લોકસભા ચૂંટણી પહેલા મધ્યપ્રદેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને લઈ રાજનીતિ ગરમાઈ છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસની કમલનાથ સરકારે ભોપાલ સ્થિત આરએસએસના મુખ્યાલયથી સુરક્ષા હટાવવાનો નિર્ણય કર્યો છે. પરંતુ તેમની જ પાર્ટીના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે નારાજગી વ્યક્ત કરી. દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને મુખ્યપ્રધાનને સુરક્ષા વ્યવસ્થા ફરીથી આપવાનો અનુરોધ કર્યો છે.

દિગ્વિજયસિંહે ટ્વીટ કરીને કહ્યું કે ભોપાલ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કાર્યાલયથી સુરક્ષા હટાવવી બિલકુલ યોગ્ય નથી. હું મુખ્યપ્રધાન કમલનાથને અનુરોધ કરું છું કે તત્કાલ પુનઃ પર્યાપ્ત સુરક્ષા આપવાનો આદેશ આપે.

મહત્વનું છે કે સોમવારે મોડી રાત્રીથી ભોપાલ સ્થિત આરએસએસના સમિધા ભવન પર સુરક્ષામાં તૈનાત એસએએફના જવાનોને હટાવી લેવાયા હતા અને સુરક્ષામાં તૈનાત જવાનોના તંબુ હટાવી લેવાયા હતા. રાત્રે 11 વાગ્યા સુધીમાં તમામ જવાન પોતાનો સામાન લઈને નીકળી ગયા હતા. અહીં 2009થી એસએએફના જવાનો તૈનાત કરાયા હતા.

Read Also

Related posts

પન્નાના એસપીના બૂટમાં છૂપાયો હતો ઝેરી સાપ, મોજા કાઢતા સમયે થયું કંઈક આવું કે…

Karan

સંશોધનકર્તાએ કર્યો ખુલાસો, મોડી રાત સુધી જાગવાના આ છે ફાયદા!

Ankita Trada

BIG NEWS: કોંગ્રેસના દિગ્ગજ પ્રવક્તા રાજીવ ત્યાગીનું થયું નિધન, અચાનક બેભાન થઈ ઢળી પડ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!