મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે કોંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા સાથેના મતભેદોને અફવા ગણાવતા કહ્યું હતું કે આવું તમામ પક્ષોમાં થાય છે. મધ્યપ્રદેશમાં જ્યોતિરાદિત્ય સિંધિયા એક સમયે મુખ્યમંત્રી પદના દાવેદાર હતા હવે તેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ બનવા ઈચ્છે છે.

શું કહ્યું કમલનાથે ?
આ બાબતે કમલનાથે કહ્યું હતું કે આ કોઈ મુદ્દો નથી. તમને જણાવી દઈએ કે કમલનાથ હાલ મુખ્યમંત્રી અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ એમ બંને જવાબદારીઓ સંભાળી રહ્યા છે. આ બાબતે તેઓએ કહ્યું હતું કે બેવડી જવાબદારીઓથી તેઓ બોજનો સામનો કરી રહ્યા છે તેમજ જ્યોતિરાદિત્ય સિંધિયા પાર્ટીનું સુકાન સંભાળે તેના સમર્થનમાં છું.

સિંધિયા પાસે અનુભવ છે
બીજી તરફ તેમને મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા કોંગ્રેસ એકમોમાં થઇ રહેલ ઝઘડાઓ વિશે પૂછવામાં આવતા તેઓએ કહ્યું હતું કે આ તમામ પાર્ટીઓમાં થાય છે. તેઓએ કહ્યું હતું કે સિંધિયા પાસે અનુભવ છે, તેમની પાસે ટિમ છે. તેઓએ કહ્યું હતું કે કોઈપણ પ્રમુખ બને પણ ઝડપથી નિમણુંક થવી જોઈએ.

મોટા પદની રાહમાં હતા સિંધિયા
ઉલ્લેખનીય છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા વિધાનસભા ચૂંટણી પછી કોઈ મોટા પદની રાહ જોઈ રહ્યા છે. મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રી પદ મેળવવામાં નિષ્ફ્ળ નીવડેલ સિંધિયા હવે પ્રદેશ પ્રમુખ પદ માંગી રહ્યા છે, પરંતુ કમલનાથે આ પદે રહીને વિખેરાયેલ કોંગ્રેસને એકથી કરીને વિધાનસભા ચૂંટણીમાં જીત અપાવી હતી.ત્યારબાદ તેમને બંને જવાબદારીઓ આપવામાં આવી હતી.
READ ALSO
- આ છે ભારતના ‘TREE MAN’, અત્યાર સુધીમાં વાવી ચુક્યા છે 1 કરોડ વૃક્ષો
- ભેટ / વારાણસીમાં કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યુ ઉદ્ઘાટન-ખાતમુહૂર્ત, નવી શિક્ષા નીતિ દેશને આપશે નવી દિશા
- ટેક્સથી બચવા VIVOએ ચીન મોકલ્યા 62 હજાર કરોડ રૂપિયા, EDની તપાસમાં થયો મોટો ખુલાસો
- વાઇરલ વિડીયો / કપડાં પર મોઢાથી પાણી છાંટતો જોવા મળ્યો એક વ્યક્તિ, ઈસ્ત્રી કરવાની વિચિત્ર રીત જોઈને આશ્ચર્યચકિત થયા લોકો
- લાલ બત્તી સમાન કિસ્સો / સોશિયલ મીડિયા પર અજાણી વ્યક્તિ સાથે ફ્રેન્ડશિપ કરતા 100 વાર વિચારજો! આરોપીઓએ ખૂબ જ હલકી કક્ષાનું કર્યું કૃત્ય