GSTV
Home » News » મધ્યપ્રદેશમાં એટલા અધિકારીઓની બદલી કરાઈ કે સરકારી ખજાનાને 30 કરોડનું નુકસાન થયું

મધ્યપ્રદેશમાં એટલા અધિકારીઓની બદલી કરાઈ કે સરકારી ખજાનાને 30 કરોડનું નુકસાન થયું

મધ્યપ્રદેશમાં જ્યારથી કોંગ્રેસની સરકાર બની છે ત્યારથી સીએમ કમલનાથ અધિકારીઓ સામે કડક વલણ દાખવી રહ્યા છે. એમપીમાં નવી સરકાર રચાયા બાદ આઇપીએસ અને આઇએએસ અધિકારીઓના ટ્રાન્સફરથી સરકારી ખજાનાને 30 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ટ્રાન્સફર ગ્રાન્ટ તરીકે આશરે છથી સાત કરોડ રૂપિયાની ચુકવણી આ અધિકારીઓને કરવી પડી.

આઇએએસ અધિકારીઓને દરેક ટ્રાન્સફર પર પગારની 80 ટકા રકમ ટ્રાન્સફર ગ્રાન્ટ તરીકે મળે છે. ટ્રાન્સફરનો સામનો કરી ચુકેલા ઘણા એવા અધિકારીઓ છે કે જેમને બીજા ભથ્થા ઉપરાંત ત્રણથી પાંચ લાખ રૂપિયા માત્ર ટ્રાન્સફર ગ્રાન્ટ તરીકે મળે છે.

કમલનાથ સરકારે છેલ્લા છ મહિનામાં 450થી વધુ આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલી કરી છે. અધિકારીઓના ટ્રાન્સફરના મુદ્દે વિપક્ષ વિધાનસભામાં સરકારને ઘેરવાની તૈયારીમાં લાગ્યું છે. ભાજપ આ મુદ્દો વિધાનસભાના સત્રમાં જોરશોરથી ઉઠાવશે.

READ ALSO

Related posts

ફરી સત્તામાં આવ્યા બાદ મોદીના સાત વિદેશ પ્રવાસ, નવ દેશોની મુલાકાત અને 14 મહાનુભવો ભારત પધાર્યા

Mayur

ગિરના સિંહોના વર્તનમાં માતબર પરિવર્તન, ઉંમર પણ વધી અને બચ્ચાઓને જન્મ આપવાની સંખ્યા પણ વધી

Mayur

અમેરિકાએ ભારતની સુરક્ષા માટે મહત્વપૂર્ણ ડીલને મંજૂરી આપી, ટ્રમ્પની જાહેરાતથી ચીન અને પાકિસ્તાનની ઉંઘ ઉડી ગઈ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!