GSTV
Home » News » દિગ્ગજ સુપરસ્ટાર કમલ હાસન-રજનીકાંતે કર્યું કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ, જુઓ PHOTOS

દિગ્ગજ સુપરસ્ટાર કમલ હાસન-રજનીકાંતે કર્યું કે. બાલાચંદરની પ્રતિમાનું અનાવરણ, જુઓ PHOTOS

દિગ્ગજ અભિનેતા કમલ હાસને સિનેમા જગતમાં 60 વર્ષ પૂરા કર્યા છે. તેના સ્મરણાર્થે ચેન્નઇમાં ત્રણ દિવસીય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. અભિનેતાનો જન્મદિવસ 7 નવેમ્બરથી શરૂ થયો હતો અને 9 નવેમ્બર સુધી ચાલશે. સમારોહના બીજા દિવસે સાઉથના સુપરસ્ટાર રજનીકાંત ઉજવણીનો ભાગ બન્યા હતા.

બંનેએ રાજ કમલ ફિલ્મ્સ ઇન્ટરનેશનલની નવી ઓફિસમાં કમલ હાસનના ગુરુ અને પ્રખ્યાત ફિલ્મ નિર્માતા કે.કે. બાલાચંદ્રની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું.

આ પ્રસંગે મણી રત્નમ, કે. એસ રવિકુમાર, સંથાના ભારતી જેવા ફિલ્મ સ્ટાર્સ પણ હાજર રહ્યા હતા. ફિલ્મ નિર્માતાની મૂર્તિ લગભગ 60 કિલો ભારે અને 23 ઇંચ લાંબી છે, જેનો અનાવરણ તમામ કલાકારો સાથે બાલચંદરની પુત્રી અને પરિવારની હાજરીમાં કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રજનીકાંતે કહ્યું કે, ‘કે. બાલચંદરે મને તમિળ શીખવાનું કહ્યું. તેમણે કહ્યું કે તમે જુઓ હું તમને ક્યાં લઈને જઉ છું. તેઓ જાણતા હતાં કે તમિળ લોકોને તે ગમશે. તેમ છતાં તેમનો પ્રિય બાળક હંમેશાં કમલ હતો. તેમણે વધુમાં ઉમેર્યું, રાજ કમલ ફિલ્મ્સ દ્વારા દિગ્દર્શિત અપુર્વા સાગોધરગલ મારી પ્રિય ફિલ્મ છે.

આ ફિલ્મ માટે, હું કમલને અભિનંદન આપવા માટે મધ્યરાત્રિએ ઉઠાડ્યો હતો. તેવી જ રીતે, થેવર મગન પણ એક કમાલની ફિલ્મ છે. આ ફિલ્મનો સંદેશ સારો હતો. ‘ રજનીકાંતે તેમની ત્રણ મનપસંદ ફિલ્મો વિશે કહ્યું, ‘જ્યારે મારી પાસે જોવાનું કંઈ હોતું નથી, ત્યારે હું ગોડફાધર, થિરુવિલયાદલ અને કમલની ફિલ્મ હે રામ જોઉં છું. હે રામ, મેં લગભગ 50 વાર જોઈ હશે. ‘

READ ALSO

Related posts

વોડાફોન-આઈડિયા છે કાર્ડ તો 1 ડિસેમ્બરથી ફોન કરવો પડશે મોંઘો

pratik shah

શું તમે પૈસાદાર થવા માંગો છો?, તો આજે જ છોડી દો કારણ વગરનાં આ 5 બહાના!

Kaushik Bavishi

હવે એસટીના ડ્રાઇવર કંડકટરને પણ નવા નિયમનો કરંટ લાગશે, બનાવાયા કડક નિયમો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!