GSTV
Home » News » છેલ્લા 5 વર્ષોમાં શાહરૂખની ફિલ્મોએ ધબડકો કેમ વાળ્યો, આ એક્ટરે જણાવ્યું કારણ

છેલ્લા 5 વર્ષોમાં શાહરૂખની ફિલ્મોએ ધબડકો કેમ વાળ્યો, આ એક્ટરે જણાવ્યું કારણ

અભિનેતા અને બની બેઠેલા ફિલ્મ સમીક્ષક કમાલ આર ખાને સોશ્યલ મિડિયા પર છેલ્લાં પાંચ વર્ષમાં શાહરુખ ખાન એક પણ હિટ ફિલ્મ કેમ નથી આપી શક્યો એનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. એણે લખ્યું, શાહરુખ ખાન અચ્છો અભિનેતા છે કે ? જવાબ મળશે હા. શું શાહરુખ ખાન સુપર સ્ટાર છે ? જવાબ મળશે હા. શું શાહરુખ ખાન સારો બિઝનેસમેન છે ? જવાબ મળશે હા. 

પરંતુ એવો સવાલ પૂછવામાં આવે કે ઉત્તમ ફિલ્મ કોને કહેવાય એની બધી ખૂબીએા શાહરુખ ખાન જાણે છે ? જવાબ મળશે, ના. કમાલ ખાને લખ્યું છે કે શાહરુખની સાથે કેટલાક ટોચના ફિલ્મ સર્જકો પણ નિષ્ફળ નીવડયા.

દાખલા તરીકે દિલવાલેમાં 1૦૦ કરોડની ફિલ્મો બનાવનારા તરીકે પંકાયેલો રોહિત શેટ્ટી નિષ્ફળ નીવડયો તો જબ હેરી મેટ સેજલ ફ્લોપ નીવડી ત્યારે ઇમ્તિયાઝ અલી પણ ફ્લોપ ગયો. એટલે કે ઉત્તમ ફિલ્મ બનાવવા માટેની બધી બાબતોથી શાહરુખ પરિચિત છે એમ નહીં કહી શકાય એવું કમાલ ખાને લખ્યું હતું.

સોશ્યલ મિડિયા પર ઘણા યુઝર્સ કમાલ ખાનની આ ટ્વીટ સાથે સંમત થયા હતા. જો કે કેટલાક યુઝર્સ નારાજ પણ દેખાયા હતા. એવા લોકોએ ટ્વીટ કરી હતી કે કમાલ ખાન શાહરુખને સલાહ આપવાની તમારી ઓકાત નથી. મૂંગા મરો. 

Related posts

લોકશાહીનું મહાપર્વ : ગુજરાતમાં 9 વાગ્યા સુધી સરેરાશ 13 ટકા મતદાન

Mayur

ગુજરાત ઇલેક્શન : અનેક જગ્યાએ EVM ખોટકાયા, મતદાતાઓને આવ્યો રાહ જોવાનો વારો

Bansari

સાંસદનું રિપોર્ટ કાર્ડ: 2014માં જાયન્ટ કિલર સાબિત થયેલા દેવુસિંહ ખેડાની જનતા માટે કેટલા જાગૃત

Riyaz Parmar