GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

કાલુપુર ક્લસ્ટર ક્વોરંટિન કરતા મહિલાઓ રસ્તા પર ઉતરી, રેપિડ એક્શન ફોર્સ તૈનાત કરાઈ

અમદાવાદમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. જેથી કાલુપુર વિસ્તાર કલસ્ટર કન્ટેઇન્મેન્ટ કરાયો છે. જો કે, સ્થાનિકો દ્વારા એએમસીની આ કાર્યવાહીનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. કાલુપુર વિસ્તારની મહિલાઓએ લોકડાઉન હોવા છતા રસ્તા પર આવીને હોબાળો મચાવ્યો હતો. જો કે પરિસ્થિતી તંગ બને તે પહેલા જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને રેપીડ એકશન ફોર્સના જવાનો મોટી સંખ્યામાં તૈનાત કરી દેવાયા હતા. તો બગડતી પરિસ્થિતીને થાળે પાડવા માટે સ્થાનિક કોર્પોરેટરે મધ્યસ્થી કરવાની ફરજ પડી હતી.

અમદાવાદમાં લોકડાઉનને લઇને પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. શહેર પોલીસ કમિશ્નર આશિષ ભાટીયાએ જણાવ્યું કે, અત્યાર સુધીમાં કુલ 1 હજાર 282 ગુના નોંધી, 3 હજાર 907 આરોપીની ધરપકડ કરાઇ છે. રવિવારે કુલ 132 ગુના નોંધી 421 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

લોકડાઉનનો ભંગ કરનારા લોકો સામે પોલીસ એક્શનમાં આવ્યું

પોલીસ કમિશ્નરે જણાવ્યું હતું કે, 25 ડ્રોન દ્વારા 16 ગુના નોંધી, કુલ 61 લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સાથે જ સોશિયલ મીડિયા પર ભય કે અફવા ફેલાવનારાઓ સામે પણ કુલ 4 ગુના દાખલ કરાયા છે. શહેરમાં કુલ 5 ક્વોરન્ટીન સેન્ટરમાં પોલીસ તૈનાત છે. જ્યારે કે 3 આઇસોલેશન વોર્ડ પર પણ પીએસઆઇ કક્ષાના અધિકારીઓ તૈનાત છે. અત્યાર સુધીમાં પોલીસે કુલ 1 હજાર 743 હોમ ક્વોરન્ટીન લોકોની પોલીસે ચકાસણી કરી છે.

રાજ્યના ચાર જિલ્લાના અલગ અલગ વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટાઈન

દિલ્હીના નિઝામુદ્દીન વિસ્તારમાં આયોજિત ધાર્મિક કાર્યક્રમમા સામેલ થયેલા જમાતીઓના કારણે રાજ્યમાં પણ કોરોનાનો વ્યાપ વધ્યો છે. ત્યારે અમદવાદ 6 , વડોદરાના બે, ભાવનગર, સુરતનો એક વિસ્તાર સરકારે કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. જેથી કોરોનાને પ્રસરતો અટકાવી શકાય. અમદાવાદમાં બાપુનગર , કાલુપુર, દરિયાપુર, દાણીલીમડા અને શાહઆલમ સહિતના છ વિસ્તારો કલસ્ટર ક્વોરન્ટીન કર્યો છે. આ ઉપરાંત વડોદરાના નાગરવાડા અને સૈયદવાડા તેમજ સુરતના સચિન વિસ્તારને કલસ્ટર ક્વોરન્ટીન કરાયા છે. જ્યારે ભાવનગરના સદિયાવાડ વિસ્તારને પણ ક્વોરન્ટીન કરવામા આવ્યો છે.

READ ALSO

Related posts

આ ચાર રીતે કરો વરિયાળીનો ઉપયોગ, ત્વચાને મળશે અઢળક ફાયદા

Arohi

Photo માટે પિતાએ જોખમમાં મુક્યો બાળકનો જીવ, ખતરનાક ખીણમાં લટકાવ્યો

Arohi

196 કિલોના ગોરિલ્લો બિમાર થતાં કરાયો કોરોના ટેસ્ટ, રિપોર્ટ જોઈ ડોક્ટર્સ પણ માથુ ખંજવાળવા લાગ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!