GSTV

કાલુપુરમાં પાન-મસાલા લેવા માટે વહેલી સવારથી લોકોના ટોળા, ગણતરીના સમયમાં જ દુકાનો કરવી પડી બંધ

કાલુપુર

Last Updated on May 27, 2020 by Arohi

અમદાવાદના કાલુપુર વિસ્તારમાં પાન મસાલા અને તમાકુની હોલસેલ દુકાનોને ગણતરીના સમયમાં જ પાછી બંધ કરાવામાં આવી છે. આ દુકાનો ખુલતા જ ભારે ભીડ જામી હતી. એ હદે ભીડ હતી કે બાઉન્સર પણ તૈનાત કરાયા હતા. તેમ છતા સ્થીતી કાબૂ બહાર જવાની બીકે ગણતરીના સમયમાં જ આ પાન મસાલા. ગુટકાની હોલસેલ દુકાનોને બંધ કરાવાઇ હતી. મહત્વનુ છે કે દુકાન ખુલતાની સાથે લોકોની તમાકુ લેવા માટે ઘસારો જોવા મળ્યો.

  • અમદાવાદઃ કાલુપુરમાં પાન-મસાલા માટે લાગી લાઈન
  • તમાકુ લેવા વહેલી સવારથી લોકો લાઈનમાં લાગ્યા
  • મહિલાઓ પણ તમાકુ લેવા લાઈનમાં જાવા મળી

અધિકારીઓએ રિટેલ દુકાન બંધ કરાવી

કાલુપુરની ચોખા બજારમાં આવેલી રિટેલ દુકાન પર ભીડ થવાના કારણે કોર્પોરેશનના અધિકારીઓએ રિટેલ દુકાન બંધ કરાવી. આ દુકાન સવારે આઠ વાગ્યે શરૂ થઈ હતી. જોકે, ભીડના કારણે આ દુકાનને બંધ કરવામાં આવી હતી. તો હોલસેલ દુકાન શરૂ રાખવામાં આવી હતી. રિટેલ દુકાન બંધ કરાવવા કોર્પોરેશનના અધિકારી સહિત પોલીસ જવાન ચોખા બાજર પહોંચ્યા હતા.

વેપારીઓમાં નારાજગી જોવા મળી

ચોખા બજારમાં રિટેલ દુકાન બંધ કરવામાં આવતા વેપારીઓમાં નારાજગી જોવા મળી. વેપારીઓએ જણાવ્યુ હતુ કે, અમને કાલે બજાર શરૂ કરવાનું કહેવામાં આવ્યું એટલે અમે બજાર શરૂ કર્યું હતું. આજે અમે બજાર શરૂ કર્યું અને તરત જ કોર્પોરેશન દ્વારા બંધ કરાવવામાં આવ્યું. છેલ્લા બે મહિનાથી અમે ઘરે બેઠા છીએ. જો ધંધો નહી થાય તો અમારે ખાવાનું શું. બંધ દુકાનમાં માલ બગડી રહ્યો છે.

અનાજ માર્કેટ આજથી ફરીવાર ધમધમ્યુ હતું

અમદાવાદના કાલુપુરમાં આવેલુ અનાજ માર્કેટ આજથી ફરીવાર ધમધમ્યુ હતું. કોર્પોરેશને શરતોને આધીન બજાર ખોલવાની મંજૂરી આપી હતી. દુકાન ખોલવા માટે ઓડ ઈવન નિયમ લાગૂ કરાયો હતો. તો સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાનું રહેશે તેમ જણાવવામાં આવ્યું હતું. દુકાન ખુલતા ચોખા માર્કેટમાં વહેલી સવારથી લોકો જોવા મળ્યા. દુકાનો ખોલતાની સાથે વેપારી દ્વારા દુકાનોની સાફ સફાઈ કરવામાં આવી. તો ચોખા બજારમાં એસ.આર.પી.જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ ભીડ જામતા માર્કેટ બંધ કરવાનો વારો આવ્યો હતો.

Read Also

Related posts

ઉંઘતુ તંત્ર / અમદાવાદના આ વિસ્તારમાંથી હજુ સુધી નથી દૂર કરાઇ જર્જરિત ટાંકી, દુર્ઘટના સર્જવવાની ભીતિ

Zainul Ansari

ભવિષ્યવાણી / દેશમાં ચાલુ મહિને ત્રાટકી શકે છે કોરોનાની ત્રીજી લહેર, નિષ્ણાતોએ આ અંગે આપી મોટી ચેતવણી

Zainul Ansari

જુનાગઢ / પ્રજાના 22 કરોડ રૂપિયાના ખર્ચે બનાવેલા રોડ-રસ્તા દોઢ મહિનામાં સ્વાહા, ‘ભ્રષ્ટાચાર મુક્ત કોર્પોરેશન’ ફક્ત નારો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!