GSTV
Home » News » કાલુપુર માર્કેટ સહિત વિવિધ વિસ્તારોમાં દરોડા : ઉબકા આવે તેવી કેરીઓ

કાલુપુર માર્કેટ સહિત વિવિધ વિસ્તારોમાં દરોડા : ઉબકા આવે તેવી કેરીઓ

અમદાવાદ મહાનગર પાલિકાના આરોગ્ય ખાતા દ્વારા કાલુપુર ફ્રૂટ માર્કેટ સહિત શહેરના વિવિધ વિસ્તારોમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા. દરોડાને કારણે વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો

અમદાવાદમાં કાલુપુર ફ્રૂટ માર્કેટના આ દ્રશ્યો જોઇને ઉબકા આવી જશે. કારણ કે ખૂબજ ગંદી જગ્યાએ રાખવામાં આવતી આ કેરીઓ આમ પણ ગંદકીથી ખરાબ તો થઇ જઇ જાય છે. તેમાં વળી આ કેરીઓ ખતરનાક કહી શકાય તેવા કાર્બાઇડ અને ઇથિલીનના પડીકાઓથી પકવવામાં આવતી હતી.

 

ત્યારે કાર્બાઇડનો ઉપયોગ કરતાં વેપારીને પકડવા આરોગ્ય ખાતા દ્વારા શહેરનાં અન્ય વિસ્તારોની સાથે કાલુપુર ફ્રૂટ માર્કેટમાં ચેકીંગ કર્યુ. ચેકીંગ દરમિયાન મોટા પાયે બિન આરોગ્યસપ્રદ કેરીના જથ્થાનો નાશ કરાયો. એવું માનવામાં આવે છે કે આવી કેરીનો ઉપયોગ કેટલાક વેપારી રસ બનવા કરે છે. જે લોકોના સ્વાસ્થ્ય માટે ખતરનાક છે.

તો ચોંકાવનારી વાત એ છે કે કાલુપુર માર્કેટમાંથી કેરી પકવવા માટે ઉપયોગમાં લેવાતો સ્પ્રે પણ પકડાયો છે. આ સ્પ્રેથી કેરી કાર્બાઈડ અને ઇથિલીન કરતા પણ વધુ ઝડપથી પાકે છે. આથી વેપારીઓ તેનો ઉપયોગ કરે છે

કાર્બાઈડ પર પ્રતિબંધ હોવાથી વેપારીઓ હવે કેરી પકવવા ચાઈનીઝ ઇથિલીનની પડીકીનો ઉપયોગ કરે છે. ઇથીલીનની પડીકીનો ઉપયોગ ગેરકાયદે છે. જ્યારે ઇથિલિન ગેસ ચેમ્બર કાયદેસર છે. પણ વેપારીઓ ચેમ્બરનો ઉપયોગ કરતા નથી.

કેલ્શિયમ કાર્બાઈડથી માનવ શરીર પેટના ઘાતક રોગોનું ભોગ બની શકે છે. પરંતુ આરોગ્ય વિભાગ દર વર્ષે દરોડા પાડે છે. કહેવાતી કાર્યવાહી કરે છે છતાં કાર્બાઈડનો ઉપયોગ બંધ થતો નથી. લોકો પણ આવી કેરી ખાવાથી જાણે ટેવાઈ ગયા છે.

Related posts

ધારાસભ્ય અદિતીનો ખુલાસો : ‘ન તો કોઈ પરિચય કે ન કોઈ અફેર’,પિતાએ નક્કી કર્યા છે આ લગ્ન, જુઓ ફોટા

Mansi Patel

રૂપાણી સરકાર વીમો અપાવવામાં નિષ્ફળ જતાં 400 ખેડૂતો હાઈકોર્ટ પહોંચ્યા, વીમા કંપનીને નોટિસ

Mayur

છાતીએ લગાવીને પિતાએ પુત્રીને કરાવ્યુ બ્રેસ્ટફીડ, જુઓ વીડિયો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!