ભાવનગરના ચામરડી ગામ પાસેની કાલુભાર નદી પર અવરજવર માટે લાંબા સમચ થી એક સાંકડુ નાળું છે. સાંકડા નાળાને કારણે આસપાસના ગામના લોકોને અવરજવર કરવામાં ખુબજ તકલીફ પડે છે. નાળુ સાંકડુ હોવાથી ટ્રાફીક જામ તથા વારંવાર અકસ્માતો થતા રહે છે. હાલમાંજ એક રેતી ભરેલી ટ્રક નાળામાંથી પસાર થઇ રહી હતી ત્યારે ચાલકે ટ્રક પરનો અચાનક કાબુ ગુમાવતા ટ્રક ડ્રાયવર સહિત નાળામાં ખાબકી હતી. આ હાદસામાં ટ્રક ચાલક દિનેશભાઇ ચુડાસમા ઘટના સ્થળ પર જ રામશરણ થયા હતા. તંત્ર લાંબા સમયની આ સમસ્યાનો ક્યારે ઉકેલ લાવશે તે આ નાળાનો ઉપયોગ કરનારા સૌ લોકો વચ્ચે ચર્ચાઇ રહ્યો છે.