GSTV

સાતમા નોરતાએ કરો મા કાલરાત્રિની પૂજા અર્ચના, માનું ભલે છે રોદ્ર રૂપ પણ આપે છે શુભફળ

મા દુર્ગાના સાતમા સ્વરૂપને કાલરાત્રીના નામથી ઓળખવામાં આવે છે. નવરાત્રિના સાતમા દિવસે કાલરાત્રિને પુજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સહાર ચક્રમાં સ્થિર રહે છે. આના માટે બ્રમાંડની સમસ્ત શક્તિઓના દ્વાર ખુલી જાય છે.

નવરાત્રીના આસો સુદ સાતમા દિવસે માતા શક્તિના સ્વરૂપ કાલરાત્રીની પૂજા કરવામાં આવે છે. તેમના શરીરનો રંગ ઘોર અંધકાર સમાન કાળો છે. તેમના વાળ વિખરાયેલા છે. ગળામાં ચમકદાર માળા ધારણ કરી છે. તેમનાં ત્રણ નેત્ર છે, જે બ્રહ્માંડની જેમ ગોળ છે. જેમાંથી વીજળી સમાન ચમકદાર કિરણો નીકળતાં રહે છે. તેમની નાસિકામાંથી અગ્નિની ભયંકર જ્વાળાઓ નીકળતી રહે છે. તેમનું વાહન ગર્દભ (ગધેડું) છે. તેમનો જમણી બાજુનો ઉપરનો હાથ વરદ મુદ્રામાં સૌને વરદાન આપે છે જ્યારે નીચેનો હાથ અભયમુદ્રામાં છે. ડાબી બાજુના ઉપરના હાથમાં લોઢાનો કાંટો અને નીચેના હાથમાં ખડગ છે. માતાનું આ સ્વરૂપ જોવામાં ભલે ભયંકર લાગતું હોય, પરંતુ તે હંમેશાં શુભફળદાયક છે. ભગવતી કાલરાત્રીનું ધ્યાન કરવાથી ભાનુચક્ર જાગ્રત થાય છે. સાતમના દિવસે ભગવતીની પૂજામાં ગોળનું નૌવેદ્ય અર્પિત કરી બ્રાહ્મણને આપવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ શોકમુક્ત થાય છે.

દેવી કાલરાત્રિની પૂજા બાદ આ શ્લોકનું પઠન કરવામાં આવે છે.

  • एकवेणी जपाकर्णपूरा नग्ना खरास्थिता |
  • लम्बोष्ठी कर्णिकाकर्णी तैलाभ्यक्तशरीरिणी ||
  • वामपादोल्लसल्लोहलताकण्टकभूषणा |
  • वर्धन्मूर्धध्वजा कृष्णा कालरात्रिर्भयन्करि ||

Related posts

હાઇકોર્ટે ફી મુદ્દે બે સપ્તાહમાં નક્કર નિર્ણય કરી પ્રોગ્રેસ રિપોર્ટ આપવા સરકારને આપ્યો આદેશ

Nilesh Jethva

અમદાવાદ : ફ્લેટમાંથી આવતી હતી દુર્ગંધ, પોલીસે દરવાજો તોડીને જોયુ તો ઉડ્યા હોંશ

Nilesh Jethva

દેવી માને ચડાવ્યો 300 કરોડનો નૌલખા હાર, 177 વર્ષ પહેલાનો છે ઈતિહાસ

Karan
Do NOT follow this link or you will be banned from the site!