GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

પોલીસની ગાંધીગીરીનો ફાયદો ઉઠાવે છે કલોલવાસી, લૉકડાઉનમાં પણ મનફાવે ત્યારે નિકળે છે જનતા

સમગ્ર વિશ્વમાં હાલ કોરોનાનો કહેર વ્યાપી રહ્યો છે, અને વિશ્વના 30 હજાર કરતા વધારે લોકોનું મૃત્યુ થયું છે, જ્યારે બીજા લાખો લોકોમાં સક્રમણ ફેલાઈ રહ્યું છે. ગુજરાતમાં પણ 56 જેટલા પોઝીટીવ કેસ આજે નોંધાઇ ચુક્યા છે ત્યારે કોરોનાની ગંભીરતાને લઇને હજૂ પણ લોકો સતર્ક થયા નથી. કલોલ શહેરની પ્રજા કોરોનાની ગંભીરતાને હજૂ પણ સમજતી નથી એવું લાગી રહ્યું છે કંઈ પણ નાના-મોટા બહાના કાઢી લોકો lockdownમાં બહાર નીકળી રહ્યા છે અને કોઈ પણ પ્રિકોશન વગર ફરી રહ્યા છે.

નવા નવા બહાના બનાવી લોકો નિકળી પડે છે

પોલીસ તેઓને રોકી રહી છે, ત્યારે કોઈ કહે સેનિટેશન લેવા નીકળ્યો હતો, તો કોઈ કહે દવા લેવા નીકળ્યો હતો, તો કોઈ કંઈ કરિયાણું લેવા માટે નીકળ્યો હતો, તો કોઈ બસ આમ જ સંબંધીને ત્યાં ગયો હતો તેવા બહાના કાઢી અને સરેઆમ lockdown આ કાયદાનો ભંગ કરી રહ્યા છે અને કોરોનાનું સંક્રમણ વધારી રહ્યા છે.

પોલીસ સંયમ સાથે કામ લઈ રહી છે

પોલીસ પોતાનું સંયમ જાળવી રહી છે, અને દરેકની તકલીફ ન પડે એ માટે જવા દે છે હાલ પોલીસ બહુ જ નરમ રીતે પ્રજા સાથે વર્તી રહી છે, પણ પોલીસને પણ પ્રજાને કાયદાનું ભાન કરાવવું જરૂરી છે અને હાલ તંત્ર દ્વારા પણ કાયદાનું ભાન કરાવવા માટે ઓર્ડર આપવા જરૂરી છે.

પોલીસે સખ્ખત કાર્યવાહી કરવાની જરૂર

સરકાર તરફથી સતત કોરોનાના આંકડા આપી રહ્યા છે અને દરેકને કડક સૂચના પણ આપવામાં આવે છે કે, દરેકે પોતાના ઘરમાં જ રહેવું પરંતુ લોકો પોતાના ઘરમાં રહેવું ગમતું નથી અને પોતાનું વ્હિકલ લઈ બહાર નીકળી પડતા હોય છે અને ક્યાંકને ક્યાંક આ કોરોના ની સાંકળ ચાલુ રાખી રહ્યા છે, ત્યારે આવનારા સમયમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ થાય તો નવાઈ નહીં હોય, માટે હજૂ પણ પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે કડક થવાની જરૂર છે, જો વહીવટીતંત્ર કલોલમાં કડક નહીં થાય તો આવનારા સમયમાં પરિસ્થિતિ વિકટ બની રહેશે, માટે સરકારે જિલ્લા કલેકટર સખત કાર્યવાહી કરવાના આદેશ આપવા પડશે, જેથી કરી પ્રજા ને કાયદાનું ભાન થશે અને કોરોનાની ગંભીરતા સમજાશે.

પરિવારના પણ ચિંતા કર્યા વગર ડ્યૂટી કરી રહી છે પોલીસ

સલામ છે કલોલ પોલીસ ને જે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર ખડેપગે કલોલના લોકો ની સેવા માટે ઉભી રહી છે અને ગાંધીગીરી સમજાવવા પ્રયત્ન કરી રહી છે, પણ કલોલની પ્રજા સમજવું તો ઠીક પણ પોલીસને બહાના બતાવી સ્થિતિની ગંભીરતા સમજતી નથી.

READ ALSO

Related posts

LOC પર પહોંચ્યા પાકિસ્તાની સેના પ્રમુખ, એવુ બોલ્યા કે પાકિસ્તાની સેના પણ ડરી ગઈ

Ankita Trada

દેશનાં 50 પ્રભાવશાળી વ્યક્તિઓમાં સામેલ થયા નિતીશ, રાહુલ ગાંધી, જે.પી.નડ્ડા સહિત આ નેતાઓને પછાડ્યા

Mansi Patel

અમદાવાદમાં ધન્વંતરી રથ દ્વારા 50 હજાર દર્દીઓની થઈ તપાસ, રથ સુધી પહોંચવામાં સક્ષમ ન હોય તો આ નંબરનો કરો ઉપયોગ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!